રજૂઆત:ખંભાળિયા નાકા બહાર નશાખોર શખસનું ચપ્પલની દુકાનમાં દંગલ !

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંધી સમાજમાં ફેલાયો ભારે રોષ: પોલીસને કરાતી રજૂઆત

જામનગરના ખંભાળિયા નાકા બહાર એક શખસે નશાની હાલતમાં ચપ્પલની દુકાનમાં બઘડાટી બોલાવી ગાળોની રમઝટ બોલાવી દુકાનદારને ધમકી આપી તેનો માલ સામાન બહાર ફેંકી દેતા સારી એવી ચકચાર જાગી છે. આ શખસને પછીથી પોલીસે પકડી પાડી ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવથી સિંધી સમાજમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો અને આવા લુખ્ખા તત્વો વિરૂદ્ધ પોલીસમાં રજૂઆત પણ કરવામાં આવી હતી.

શહેરના ખંભાળિયા નાકા બહાર વિસ્તારમાં મંગળવારે એક શખસ ચપ્પલની દુકાનમાં ફક્તમાં માલ દેવાની જીદ્દથી દુકાનદારને બેફામ ગાળો આપી તેનો માલ સામાન બહાર રોડ પર ફેંકી દેતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. નશામાં રહેલો આ શખસ ગાળોની બઘડાટી બોલાવતો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. બાદમાં પોલીસે તેને નશાની હાલતમાં પકડીને ગુનો દાખલ કર્યો છે. બનાવથી સિંધી સમાજમાં રોષ ફેલાઈ ગયો અને આવા તત્વો સામે કડક પગલા લેવા પોલીસમાં રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...