તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં કયાંથી ભણે ગુજરાત:રાઇટ ટુ અનએજ્યુકેશન, 2 વર્ષમાં 1373 બેઠક ઘટી

જામનગર25 દિવસ પહેલાલેખક: પારસ સાહોલીયા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરટીઇના પ્રવેશના બાળકોની સંખ્યા બાદ કરી તેના 25 ટકા મુજબ જગ્યાની જોગવાઇ કારણભૂત
  • શૈક્ષણિક વર્ષ 2020-21માં આરટીઇના પ્રવેશના નિયમમાં ફેરફાર કરતા બેઠકો ઘટતા નબળા અને વંચિત જૂથના બાળકો ખાનગી શાળામાં પ્રવેશથી વંચિત

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે રાઇટ ટુ એજયુકેશન એકટ વર્ષ-2013થી અમલી કરાયો છે. આરટીઇ એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં વર્ષ 2019 સુધી ધો.1 માં કુલ વિધાર્થીના 25 ટકા મુજબ પ્રવેશ આપવાની જોગવાઇ હતી.રાજય સરકારના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2020-21માં આરટીઇ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધો.1 માં પ્રવેશ પધ્ધતિમાં ફેરફાર કર્યો હતો.

જે મુજબ ખાનગી શાળાઓમાં ગત શૈક્ષણિક વર્ષમાં ધો.1 માં જે કુલ વિધાર્થીની સંખ્યા હોય તેમાંથી તે વર્ષના આરટીઇ પ્રવેશના બાળકોની સંખ્યા બાદ કરી તેના 25 ટકા મુજબ આરટીઇ માટેની જગ્યાઓ નિશ્ચિત કરવાની રહેશે. જે મુજબ શૈક્ષણિક વર્ષ 2020-21માં જે તે ખાનગી શાળાની ધો.1 ની આરટીઇ હેઠળની જગ્યા નિશ્ચિત કરતી વખતે શૈક્ષણિક વર્ષ 2019-20માં જે શાળાએ ધો.1 ના કુલ વર્ગોમાં પ્રવેશ આપેલા કુલ વિધાર્થી (આરટીઇ સિવાયના) ના 25 ટકા મુજબ આરટીઇની પ્રવેશ સંખ્યા નિશ્ચિત કરવાની રહેશે. આ નિયમના કારણે જામનગર શહેર અને જિલ્લાના ખાનગી શાળાઓમાં બે વર્ષમાં આરટીઇની 1373 બેઠક ઘટતા નબળા અને વંચિત જૂથના બાળકોને મસમોટો ફટકો પડયો છે.

જામનગર શહેર-જિલ્લાની ખાનગી શાળાઓમાં આરટીઇની ફેકટફાઇલ

વર્ષ25 ટકા મુજબ બેઠકશાળાની સંખ્યા
2017-182361326
2018-192452317
2019-203030320
2020-212261344
2021-221657341

ખાનગી શાળાની સંખ્યા વધી છતાં બેઠકમાં ઘટાડાથી આશ્ચર્ય
જામનગર શહેર-જિલ્લામાં પાંચ વર્ષમાં ખાનગી શાળાની સંખ્યા વધી છે. જેમાં શહેરમાં વર્ષ 2017-18 માં 209 ખાનગી શાળા હતી. જે વર્ષ 2020-21 માં વધીને 232 પર પહોંચી હતી. હાલમાં 228 શાળા કાર્યરત છે. આમ છતાં આરટીઇની બેઠકમાં ઘટાડો થતાં અનેક સવાલની સાથે આશ્ચર્ય સર્જાયું છે.

ચાર વર્ષમાં 10104 માંથી 9012 બેઠક પર બાળકોને પ્રવેશ
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 4 વર્ષમાં એટલે કે, વર્ષ 2017-18 થી 2020-21 દરમ્યાન આરટીઇની કુલ 10104 બેઠકમાંથી 9012 બેઠક પર વિધાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જયારે 1092 બેઠક ખાલી રહી હતી.

ખાનગી શાળાઓની રજૂઆત સામે સરકાર ઘૂંટણીયે પડી!
રાઇટ ટુ એજયુકેશન એટલે કે આરટીઇના કાયદાનું અમલીકરણ થયું ત્યારથી ખાનગી શાળાઓમાં દર વર્ષે ધો.1 માં કુલ વિધાર્થીના 25 ટકા બેઠક આરટીઇ માટે ફાળવવામાં આવતી હતી. આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ લેનાર બાળકો માટે સરકાર દ્વારા વિધાર્થી દીઠ મહતમ રૂ.10000 ખાનગી શાળાઓને ચૂકવવામાં આવે છે. પરંતુ ખાનગી શાળાઓની ફી ખૂબ ઉંચી હોય આરટીઇના વિધાર્થીઓનો બોજ પડતા ખાનગી શાળાઓએ વર્ષ-2019 માં પ્રવેશ પધ્ધતિમાં ફેરકાર કરવા પરોક્ષ રીતે સરકારને રજૂઆત કરી હતી. આથી વર્ષ-2020માં રાજય સરકારે આરટીઇની પ્રવેશ પધ્ધતિમાં ફેરફાર કરતા બેઠકો ઘટી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...