તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જામનગરમાં કાર સાથે અથડાતા રિક્ષા પલટી, ચારને ઇજા પહોંચી

જામનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોને ઇજા પહોંચી હતી.

જામનગરના થાવરિયા નજીક બે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના સ્થાનિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર નજીક થાવરિયા પાસે બેઠા બાયપાસ ચોકડીએ આ અકસ્માત બન્યો હતો. એક કારે બે રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રિક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે થોડો સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. ઇજાગ્રસ્તોને 108 દ્વારા

જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો