નવી આવકનો પ્રારંભ:જામનગર માર્કેટીંગ યાર્ડમાં 18000 મણ કપાસ અને 6000 મણ મગફળીની આવક

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુહૂર્તના સોદામાં કપાસના 1700 અને મગફલીના 1360 રૂપિયા બોલાયા

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળી તથા કપાસની ભરપૂર આવક શરુ થઇ ચૂકી છે. ખેડૂતોને જણસીનો ભાવ પણ ઉંચો મળી રહ્યો હોય જેથી ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઇને પહોંચી રહ્યાં છે. યાર્ડમાં હાલ તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યા હોવાથી ખેડૂતોને મગફળીના સારા ભાવ મળવાની આશા છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસ અને મગફળીની નવી આવકનો પ્રારંભ શરૂ થતા મુહૂર્તના સોદામાં કપાસનો પ્રતિમણ 1700 રૂપિયા અને મગફળીનો પ્રતિમણ 1360 રૂપિયાનો ભાવ બોલાયો હતો. પ્રથમ દિવસે યાર્ડમાં 18000 મણ કપાસ અને 6000 મણ મગફળીની આવક થઈ હતી.

જામનગર માર્કેટ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યાનુસાર જામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરુ થઇ ચૂકી છે. જેના પગલે તામિલનાડુથી વેપારીઓ હાપા યાર્ડમાં મગફળીની ખરીદી કરવા આવી પહોંચ્યા છે.

ઉલ્લેખનિય છે કે, જામનગરની મગફળીની તામિલનાડુના વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરતાં હોય છે. ગત વર્ષે પણ તમિલનાડુથી વેપારીઓ મોટી સંખ્યામાં જામનગર આવ્યા હતાં. આ વર્ષે પણ મગફળીની આવક શરુ થતાં તમિલનાડુના વેપારીઓ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવી પહોંચ્યા છે.

બીજા યાર્ડોની સરખામણીમાં હાપા યાર્ડ મગફળીના ભાવો પણ ઉંચા જોવા મળી રહ્યાં છે. 20 કિલો મગફળીના ભાવ રૂા. 1360 સુધી રહ્યાં હતાં. 6000 મણ મગફળીની આવક થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...