તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:જામનગરમાં લોકઉપયોગી પડતર કામ તાકીદે પૂર્ણ કરવા મહેસૂલ મંત્રીની જનપ્રતિનિધિઓને તાકીદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં સર્કિટ હાઉસમાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાંસદ પૂનમબેન માડમ, જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓએ રજૂ કરેલા લોકહિતના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેઓએ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના મહેસુલ, સિંચાઈ, ગ્રામ વિકાસ, પંચાયત તથા જમીનને લગતી રજૂઆતો પરત્વે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

મંત્રીએ આ તકે જણાવ્યુ હતું કે, પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકે તેવા અગત્યના પડતર કામો તથા પ્રશ્નોનો હકારાત્મક અભિગમ દાખવી તેનો સત્વરે નિકાલ લાવવા સ્થાનિક જન પ્રતિનિધીઓ જાગૃતિ દાખવી કામો વહેલા પુર્ણ કરવા સરકાર સાથે સંકલનમાં રહેવા તાકીદ કરી હતી.

સ્થાનિક કક્ષાએ રસીની પળોજણ વચ્ચે વેક્સિનેશન વેગવંતુ બનાવવા સૂચના
બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજ્ય સરકાર તમામ મોરચે સજ્જ છે ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ જિલ્લામાં વેક્સિનેશન વેગવંતુ બને તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું. મંત્રીએ સંભવિત ત્રીજી લહેર અંગે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...