તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરતા મહેસુલ મંત્રી કૌશિક પટેલ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર સજ્જ, સ્થાનિક કક્ષાએ રસીકરણ વેગવંતુ બને તે જરુરી'

જામનગર માં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક દીપેન ભદ્રન, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદીની દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા. આ તકે મંત્રીએ અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ તે અંગે જરૂરી ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

મંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર વિશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ માટે તમામ મોરચે સજ્જ છે ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ જિલ્લામાં વેક્સિનેશન વેગવંતુ બને તે માટે તમામ પ્રયત્નો હાથ ધરે. રાજ્ય સરકાર તમામ મુદ્દે મદદરૂપ થવા કટિબદ્ધ છે. મંત્રીએ સંભવિત ત્રીજી લહેર અંગેની સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

મંત્રીએ જામનગરના નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ આવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ ડિજિટલ સેવા સેતુનો વધુમાં વધુ ગ્રામ્ય નાગરિકોને લાભ મળે તે માટે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.મંત્રીએ જિલ્લામાં ગ્રામીણ સ્તરે રોજગાર અને વિકાસનો વ્યાપ વધે તે માટે મનરેગાના વધુમાં વધુ કામો હાથ ધરાય તેમ સૂચન કર્યું હતું, સાથે જ જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા અપાતો અન્ન પુરવઠો નિયત સમયમર્યાદામાં દરેક જરૂરિયાત મંદને પહોંચે તે માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેન્દ્ર રાયજાદા, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...