તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:બ્રાસઉદ્યોગના કારીગરોના શરીરમાં તાંબુ અને સીસું વધુ હોવાનો ઘટસ્ફોટ; 1000થી પણ વધુ કારીગરોના સ્વાસ્થ્ય પર સર્વે કરાયો

જામનગર24 દિવસ પહેલાલેખક: કેશા ઠાકર
  • કૉપી લિંક
  • ચોંકાવનારું સંશોધન: IRTAના તબીબોના સર્વેમાં 300 કારીગરોમાં પાચન, શ્વાસ, ચામડીની સમસ્યા, સ્નાયુના દુ:ખાવાના લક્ષણો મળ્યા
  • 1000થી પણ વધુ કારીગરોના સ્વાસ્થ્ય પર સર્વે કરાયો
  • લક્ષણો ધરાવતા કારીગરોમાં દાડમનો રસ અને ત્રિફલા ચૂર્ણના પ્રયોગનું આશાસ્પદ પરિણામ મળ્યું

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અલગ અલગ વિષય પર રિસર્ચ કરવામાં આવે છે. જે અંતર્ગત આઇઆરટીએ સંસ્થાના દિવ્યગુણ વિભાગ દ્વારા બ્રાસ ઉદ્યોગમાં કામ કરતા 1000થી વધુ કારીગરોના સ્વાસ્થયનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 300 જેટલા કારીગરોમાં પાચન, શ્વાસને લગતી તકલીફ, ચામડીને લાગતી સમસ્યાઓ અને સ્નાયુના દુ:ખાવાના સામાન્ય અને મધ્યમ લક્ષણો જોવા મળ્યા હતા. મધ્યમ લક્ષણો ધરાવતા 20 દર્દીની લોહી તપાસ કરતા તેઓમાં તાંબુ અને સીસું ધાતનું વધુ પ્રમાણ હોવાનું રિસર્ચ કરનાર આયુર્વેદના તબીબઓ જણાવ્યું હતું.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા શહેરના ધોરી નસ ગણાતા બ્રાસ ઉદ્યોગમાં કામ કરતા કારીગરોના સ્વાસ્થ્ય અંગે આઈઆરટીએના દિવ્યગુણ ડિપાર્ટમેન્ટના તબીબ ડૉ. રવિનારાયણ આચાર્ય, ડો. વિવેક પટેલ અને ડો. કલ્પેશ પનારા દ્વારા 3 વર્ષ સુધી ખાસ રિસર્ચ કરાયું હતું. જેમાં 1000થી વધુ કામદારોની તપાસ કરતા 300 કામદારોમાં પાચન, શ્વાસને લગતી તકલીફો, ચામડીને લાગતી સમસ્યા, સ્નાયુના દુ:ખાવાના સામાન્યથી મધ્યમ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા.

આથી મધ્યમ લક્ષણો ધરાવતા 20 દર્દીની લોહી તપાસ કરતા તેમના શરીરમાં બ્રાસઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા તાંબુ અને સીસું ધાતુનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આથી આ દર્દીઓનું સ્વાસ્થ્ય સુધરે તે માટે આયુર્વેદ શાસ્ત્ર અનુસાર 1 મહિના સુધી દાડમનો રસ અને ત્રિફલા ચૂર્ણ આપી પ્રયોગ કરાતા તેનું આશાસ્પદ પરિણામ મળ્યું હોવાનું સંશોધનકર્તા તબીબોએ જણાવ્યું હતું.

સમયસર સારવાર ન થાય તો લીવર, કીડની, ફેફસા, મગજને અસર
સામાન્ય કે મધ્યમ અસર ધરાવતા કારીગરો જો સમયસર સારવાર ન કરાવે તો તેની ગંભીર અસર લીવર ,કિડની, હાડકા, ફેફસા, મગજ પર પણ પડી શકે છે. તદઉપરાંત એનીમિયા શિકાર પણ થઈ શકે છે.> ડો.રવિનારાયણ આચાર્ય , ડીન, દિવ્યગુણ ડિપાર્ટમેન્ટ, આઈઆરટીએ, જામનગર.

યુગાન્ડાના પ્રતિનિધિ બ્રાસઉદ્યોગની મુલાકાતે, મહિના પછી 30 લોકો આવશે
યુગાન્ડાના એમ્બેસેડર તથા ડેપ્યુટી હેડ ઓફ મીશન કેઝાલા મહમદ, ઓફીસર ઇન્ચાર્જ બિરૂંગી સોફી, કોન્સ્યુલર ઓફીસર મીસ ઝોન અમોંગનું પ્રતિનિધિ મંડળ જામનગર બ્રાસઉધોગની મુલાકાતે આવ્યું હતું. યુગાન્ડાના પ્રતિનિધિ મંડળે બ્રાસઉધોગની મુલાકાત લીધી હતી. ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ જણાવ્યું હતું કે, અન્ય કોઇ દેશનું પ્રતિનિધિ મંડળ જામનગર બ્રાસઉધોગની મુલાકાતે આવ્યા હોય તે બીજો પ્રસંગ છે.મહિના બાદ 30 લોકોનું પ્રતિનિધિ મંડળ 3 દિવસ માટે બ્રાસપાર્ટ ઉધોગની મુલાકાતે આવશે.} તસવીર : હસિત પોપટ

અન્ય સમાચારો પણ છે...