તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુર્નમિલન:જામનગરના ખારવા ચકલાથી વિખુટી પડેલી બાળાનું પરિવાર સાથે પુન:મિલન

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાગૃત નાગરિકના સહયોગથી પોલીસે માતા-પિતાને શોધી કાઢ્યા

જામનગરના રણજીતસાગર રોડ પર જાગૃત નાગરીકને મળેલી ચાર વર્ષની માસુમ બાળાને પોલીસને સુરપરત કરી હતી જે બાળાના માતા-પિતાને કલાકોમાં જ ખંભાળીયા ગેઇટ પોલીસે શોધી કાઢી લાપતા બાળાનુ પરીવાર સાથે પુર્નમિલન કરાવ્યુ હતુ. જામનગરના રણજીતસાગર રોડ પર એક ફર્નિચરની દુકાન પાસે પસાર થતા નરેશભાઇ છગનભાઇ ચુડાસમાને લગભગ ચાર વર્ષની એક માસુમ બાળા રઝળતી જોવા મળી હતી.

જે બાળાએ નામ જણાવ્યુ હતુ પરંતુ એડ્રેસ કે અન્ય કંઇ ન કહેતા જાગૃત નાગરીકે તેને ખંભાળીયા ગેઇટ પોલીસ ચોકી ખાતે ખસેડીને સુપરત કરી હતી જે બાળકીની પીએસઆઇ એસ.પી.સોઢાએ પુછપરછ કરતા તેણીએ માતાનુ પુનમબેન અને પિતાનુ નામ અમર રવીદાસ હોવાનુ કહ્યુ હતુ. જોકે,તેના રહેણાંકનો પતા ન સાંપડતા તુરંત જ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી લાપતા બાળકીના માતા અને પિતાને શોધી મોડી રાત્રે પરીવાર સાથે પુર્નમિલન કરાવ્યુ હતુ.

3 કલાકમાં વાલીની ભાળ મેળવાઇ
શહેરમાં મોડીસાંજે 7-30 વાગ્યે ખંભાળીયા ગેઇટ ચોકીમાં માસુમ બાળાને ખસેડાઇ હતી.જયાં પોલીસે તેને પ્રાથમિક પુછપરછ બાદ વિકાસગૃહમાં ખસેડવા માટે તજવિજ હાથ ધરી બાળાને પ્રેમપુર્વક નાસ્તો કરાવ્યો હતો અને ગણતરીના કલાકોમાં પોલીસે બાળાના વાલીનો પતો મેળવી સાડા દશ વાગ્યે પરત સુપરત કરી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો