તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો વળાંક:આરસી ફળદુની વિરુદ્ધમાં બોલતા નિવૃત અધિકારીને સમાજ અગ્રણીઓએ ઠપકો આપ્યો, નિવૃત મામલતદારે ઓડિયો ક્લિપ દ્વારા માફી માંગી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત મામલતદારની વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે

જામનગર તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય અને નિવૃત મામલતદાર વચ્ચે કોરોનાની સારવાર સબંધિત થયેલ ચર્ચામાં કેબીનેટ મંત્રી સામેનો રોષ પ્રકટ થતા જ સમાજ અને ભાજપ લાલ ઘૂમ થઇ ગયા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. આ ઓડિયો વાયરલ થતા જ કેબીનેટ મંત્રી સામે રોષ ફેલાયો છે. આ રોષને શાંત કરવા પટેલ સમાજના અગ્રણીઓ મેદાને આવી ગયા હોય તેમ નિવૃત મામલતદારને ઠપકો આપ્યો છે. જેને લઈને નિવૃત મામલતદારે પોતાનો વધુ એક ઓડિયો વાયરલ કરી આરસી ફળદુની માફી માંગી છે. આ કથિત ઓડિયોમાં નિવૃત મામલતદાર કબુલે છે કે તેઓને સમાજ આગેવાનો પણ ઠપકો આપ્યો છે.

મંત્રીને બચાવવા ભાજપ અને પટેલ સમાજના અગ્રણીઓ મેદાને

કાંતિ દુધાગરા સદસ્ય તાલુકા પંચાયત
કાંતિ દુધાગરા સદસ્ય તાલુકા પંચાયત

જે દિવસે મંત્રી વિરુદ્ધ ભાજપમાં રહેલ રોષ અને મંત્રીની કાર્યપ્રણાલી તેમજ કોરોનાની સારવારમાં ફળદુની નીરસ કામગીરી સબંધિત થયેલ ચર્ચાઓ અંગેનો ઓડિયો વાયરલ થતા ભાજપ અને પટેલ સમાજમાં ભડકો થયો હતો. ઓડિયોમાં કેબીનેટ મંત્રીની કાર્યવાહીને લઈને નારાજગી દર્શાવવામાં આવી હતી. જામનગર તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય કાંતિભાઈ દુધાગરા અને નિવૃત મામલતદાર પ્રવીણ માધાણી વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો ચર્ચાનું કેન્દ્ર બનતા કેબીનેટ મંત્રીને બચાવવા ભાજપ અને પટેલ સમાજના અગ્રણીઓ મેદાને આવ્યા હતા.

ઓડિયોને લઈને રાજકારણ અને પટેલ સમાજમાં ભારે મડાગાંઠ બંધાઈ

જીલ્લા પંચાયત પ્રમુખ ચાનીયારાએ તો કેબીનેટ મંત્રીને સૂર્ય સાથે સરખાવી તેઓની પ્રમાણિક છબી પર પોતું ફેરવ્યું હતું. જયારે જીલ્લા ભાજપાએ આ ઓડિયો ક્લિપ ઉપજાવી કાઢેલ હોવાનું ગાણું ગયું હતું. હાલ આ ઓડિયો ક્લિપ ચર્ચાનો વિષય બની છે. ત્યાં આજે નિવૃત મામલતદારની વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં તેઓ આરસી ફળદુની માફી માગી છે. સાથે સાથે સમાજનાં અગ્રણીઓએ પણ આ બાબતે ઠપકો આપ્યો હોવાનું ઓડિયોમાં કહી રહ્યા છે. જેને લઈને વધુ એક ચર્ચા જાગી છે કે નિવૃત સરકારી અધિકારીને સમાજે માફી માંગવા મજબુર કર્યા છે ? આ બાબતમાં સત્ય જે હોય તે પણ ઓડિયોને લઈને રાજકારણ અને પટેલ સમાજમાં ભારે મડાગાંઠ બંધાઈ છે.

નિવૃત મામલતદારની વધુ એક ઓડિયો ક્લિપની વાત

આદરણીય ફળદુ સાહેબ તાલુકા પંચાયતના સદસ્યો અને મારી વચ્ચે થયેલી વાતચીતની વાયરલ થયેલ ઓડિયો ક્લિપ આ અંગે આપની સમક્ષ દિલગીરી વ્યક્ત કરું છું. આપની લાગણીને ઠેસ પહોંચાડવાનો કે દુઃખ પહોંચાડવાનો મારો કોઈ સ્પષ્ટ કે ગર્ભિત કોઈ ઈરાદો નહોતો. આ અંગે સમાજના અન્ય આગેવાનો દ્વારા મને બહુ ઠપકો મળ્યો છે. અને એ બધા સમક્ષ મે દિલગીરી વ્યક્ત કરી છે. અને આપના વિષે માફી માગી છે. આપ સમાજના અગ્રણી છો મુરબ્બી છો એક પરિવારના સદસ્ય તરીકે મારી આ ભૂલને દરગુજર કરશો. અને સમાજના આગેવાનો સુજીત કર્યા મુજબ ફરીથી આ ઓડિયો ક્લિપ દ્વારા ફરીથી હું આપને અંગત રીતે ફરીથી માફી માગું છું. જો આપને કોઈ દુઃખ લાગ્યું હોય કે માઠું લાગ્યું હોય તો મારી આ ભૂલને દરગુજર કરવા વિનંતી છે. આભાર વંદે માતરમ.

અન્ય સમાચારો પણ છે...