તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:જામનગર જિલ્લાનું ધોરણ-10ના રિપિટર છાત્રોનું પરિણામ 15.31%

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4,762 વિદ્યાર્થીઓમાંથી માત્ર 729 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં બુધવારે સવારે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં જામનગર કેન્દ્રનું પરીણામમાં કુલ 15 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે કુલ 4762 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 729 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. બુધવારે સવારે સવારે 8કલાકે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જેમાં 2લાખ 98 હજાર વિદ્યાર્થીઓ માંથી માત્ર 30હજાર વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.

ધો.10ના રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. સવારે 8વાગ્યાથી બોર્ડણી વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવામાં આવ્યું હતું. જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે.ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપિટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપિટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થી પાસ થયા છે.

એટલે કે ધો.10ના રિપિટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04% પરિણામ આવ્યું છે. એટલે કે જામનગર જિલ્લાનું ધો.10ના રીપીટરના પરિણામ જામનગર જિલ્લામાં ધો.10માંના રિપિટર વિદ્યાર્થીઓ 4762 હતાં. જેમાંથી 729 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. એટલે કે જામનગર જિલ્લાનું પરિણામ 15.31 ટકા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...