તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ટીપીઓ બ્રાંચ દ્વારા ખાસ બાંધકામ જે ચાલી રહ્યા છે તેના ઉપર અનઅધિકૃત બાંધકામને અટકાવવા માટે થઇને મહાનગરપાલિકાના કમિશ્ર્નરની સીધી દેખરેખ હેઠળ ટીપીઓ બ્રાંચના ઇજનેરોને ફરજ સોંપવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના ટીપીઓ અને એ-ટીપીઓના નેજા હેઠળ વોર્ડ વાઇઝ ઇજનેરની નિમણુંક કરવામા આવી છે. કુલ 16 વોર્ડ માટે ત્રણ ટીમ બનાવામાં આવી છે. આ ટીમ દ્વારા વોર્ડમાં થતા બાંધકામો અંગે રિર્પોટીંગ કરવામાં આવે છે.
જામનગર મહાનગર પાલિકાના કુલ 16 વોર્ડ છે. જેમાં 1 થી 6 વોર્ડ માટે કેતન કટેશીયા ટીમ લીડર તરીકે છે. તે જ રીતે વોર્ડ નં.7, 8, 10, 13, 15 માટે ટીમ લીડર નયન ભટ્ટની નિમણુંક કરાઇ છે. જયારે ટીમ લીડર ધવલ પંડયાને વોર્ડ.નં.9, 11, 12, 14, 16ની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ટીમમાં લીડર ઉપરાંત ઇજનેર પણ તેના આસીસસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જેમાં જે કોઇ બાંધકામો ચાલતા હોય તે નિયમ મુજબ બાંધકામ કરે છે કે કેમ ? ગેરકાયદેસર બાંધકામ થતુ હોય તો તેનુ રોજકામ કરીને નોટીસો પણ નિયમ મુજબ આપવામાં આવે છે. તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશ્ર્નર શહેરમાં જુદા-જુદા જે કોઇ બાંધકામો કરવામાં આવે છે. તેન માટે કમ્પલીશન સર્ટીફીકેટ લેવા માટે જાહેર સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ટીપીઓ બ્રાંચ દ્વારા કમ્પલીશન સર્ટીફીકેટ વગરના બાંધકામો પણ ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેવુ જાણવા મળ્યું છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.