રોષ:જામનગરના ગાંધીનગરમાં કંપનીના ધ્વનિ-હવાના પ્રદૂષણથી રહેવાસીઓ ત્રસ્ત

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા નગરસેવકની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
  • પારાવાર મુશ્કેલીના કારણે યુધ્ધના ધોરણે સમસ્યા નિવારવા માંગણી કરાઇ

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કર્કશ અવાજથી રહેવાસીઓ તોબા પોકારી ગયા છે. દિવસથી અનિચ્છનીય અને અસહ્ય અવાજ, હવામાં ગંધ અને મકાન અને જમીનમાં કંપારી આવી રહી છે. સવારે, બપોરે અને મોડી રાત સુધી સદંતર અવાજના પ્રદૂષણથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. ધ્વની, હવા, પ્રદૂષણ અને માનસીક અશાંતિમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે શનિવારે વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાની હેઠળ રહેવાસીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

રહેવાસીઓએ કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરમાં ગાંધીનગર અને રામેશ્ર્વરનગરના પાછલા ભાગે નદીના કાંઠે આવેલી કંપની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે કચરાનો પ્લાન્ટ હોય અને છેલ્લા 20 દિવસથી અનિચ્છનીય અને અસહ્ય અવાજ, હવામાં ગંધ અને મકાન અને જમીનમાં કંપારી આવી રહી છે. સવારે, બપોરે અને મોડી રાત સુધી સદંતર અવાજના પ્રદૂષણથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે. ઘરમાં વડીલો, મોટી ઉંમરના વ્યક્તિઓને આરામ કરવો મુશ્કેલ બન્યો છે. ધ્વનિ પ્રદૂષણથી પ્રકૃત્તિ અને પર્યાવરણને ખૂબ ગંભીર અસર થઇ શકે છે. આથી પારાવાર મુશ્કેલી પડી રહી હોય સમસ્યા નિવારવા યોગ્ય પગલા લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...