રેસ્ક્યું:દ્વારકાના ઘઢેચી ગામના કૂવામાં છેલ્લા 5 દિવસથી ફસાયેલા નાગ-નાગણીની જોડીનું રેસ્ક્યું કરી ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂવામાં બે નાગ 5 દિવસથી ઉપર ચડવાની કોશિષ કરી રહ્યા હતા પરંતુ કુવાની ઉપર ચડી શક્યા ન હતા

દ્વારકાના ઘઢેચી ગામમાં એક કુવામાં છેલ્લા 5 દિવસથી નાગ-નાગણીની જોડી ફસાઈ ગયા હતા. જેથી તેનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

ઓખા ગામના રાજભા કેર દ્વારા આ નાગની જોડીને સુરક્ષીત રીતે કુવામાંથી બહાર કાઢી ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યા હતા. ઘઢેચી ગામેથી ઓખાનાં રાજભા કેરને કોલ આવ્યો કે, 5 દિવસથી ગામનાં એક કૂવામાં બે નાગ દેખાઈ રહ્યા છે. તે નાગ ઉપર ચડવાની કોશિષ કરી રહ્યા છે પરંતું ચડી શકતા નથી. જેથી રાજભા ગઢેચી ગામે આવી બન્ને નાગને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોતાની પાસેનાં સાધનો અને મિત્રોની મદદથી આ નાગનાં જોડલાને પકડીને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યા હતા.

ઓખાનાં રાજભા કેર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનાં ઝેરી અને ભયાનક શરીસૃપોનું રેસ્કયુ કરીને જંગલ ખાતાને સુપ્રત કરી રહ્યા છે અથવા જંગલની સુરક્ષિત સ્થાને મુક્ત કરે છે.આ પ્રકારનાં નાગ કે અન્ય ઝેરી બિનઝેરી સાપોથી લોકોને નૂકશાન ન થાય અને આવા પ્રાણીઓને પણ લોકો નુકસાન ન પહોંચાડે તે માટે રાજભા કેર આ પ્રકારની અનોખી સેવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...