જામનગર મહાનગરપાલિકાની શાખા દ્વારા આજરોજ રણજીત નગર પાણીના ટાંકા ખાતે બદલાવાની કામગીરી કરવા સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રખાયું છે. ત્યારે વિસ્તારોને પાણી નથી અપાયું તેવા વિસ્તારોને એક દિવસ બાદ પાણી વિતરણ થશે.
જામનગરમાં રણજીતનગર ઇએસઆર પર નવી પંપીંગ મશીનરી ફીટ કરવામાં આવી રહી છે ત્યારે જેના સક્સન પાઇપો બદલાવાની કામગીરી આજરોજ ચાલુ હોવાથી ઈ એસ આર હેઠળ રણજીતનગરના નવા-જુના હુડકા, કૃષ્ણનગર સત્યમ કોલોની પ્રવીણ દાઢીની વાડી, ઓશવાળ કોલોની ,શ્રીનિવાસ કોલોની, ગોળ ક્વાટર્સ ઝસરદાર પટેલ કોલોની, નંદનધામ ,શક્તિપાર્ક વિસ્તારોમાં આજરોજ પાણ વિતરણ બંધ રહેશે.
આજરોજ પાણી વિતરણ બંધ રહેશે તેને આવતીકાલે પાણી આપવામાં આવશે, તેવું જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલ એન્જિનિયર જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.