સમસ્યા:જામસાહેબ પાસેથી જમીન ખરીદવા માટેનો નિયમ રદ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમીન ખરીદવા માટે પોતાની સબળતા પુરવાર કરી કાગળ લખી કે ફોન કરી શકશે

જામનગરના રાજવી જામસાહેબ દ્વારા તેમની જમીન ખરીદવા ઇચ્છતા લોકો માટે 45 વર્ષ જુનો નિયમ નાબુદ કર્યો છે.

લગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યેા હતો કે, જામસાહેબને તેમની કિમતી જમીનનો સોદો રજુ કરવા મળવું હોય તો પહેલા શ્રી જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે આ નિયમ સાચી અને જવાબદાર વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવા આવ્યું હતું. કારણ કે, ઘણા લોકો એવું વિચારીને મળતા હતાં કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો ભાવ ચુકવી શકે તેમ ન હોય તેટલા સક્ષમ હોય માટે આ નિયમ બનાવવામાં આવ્યેા હતો. પરંતુ 45 વર્ષ પહેલાનો આ નિયમ નાબુદ કરવામાં આવ્યો છે. આ નિયમની હવે કોઇ જગ્યા નથી, જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન ઉપર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે અને પેાતાની સબળતા પુરવાર પણ કરી શકે છે. બાદમાં જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...