કામગીરી:નર્મદા કેનાલના સમારકામની જામનગરમાં નહિંવત અસર થશે

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર માટે નર્મદામાંથી દૈનિક 5 એમએલડી પાણી લેવાય છે
  • 125 MLDમાંથી 95 ટકા પાણી સ્થાનિક જળાશયોથી લેવામાં આવે છે

નર્મદા કેનાલ પ્રોજેકટમાં સમારકામની જામનગરમાં પાણી વિતરણમાં નહીંવત અસર પડશે. શહેરમાં પાણી વિતરણ માટે દૈનિક નર્મદામાંથી 5 એમએલડી પાણી લેવાય છે. 125 એમએલડી સામે સ્થાનિક જળાશયોમાંથી 95 ટકા પાણી લેવામાં આવે છે.તા.5 થી 7 સુધી નર્મદા કેનાલ પ્રોજેકટમાં એન્યુઅલ મેઇટનન્સની કામગીરી હાથ ધરાશે. જેના કારણે જામનગર સહિત મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં પાણી વિતરણમાં વિક્ષેપની શકયતાઓ છે. જામનગર શહેરમાં દૈનિક પાણી વિતરણ માટે 125 એમએલડી પાણીની જરૂરિયાત છે.

જેની સામે છેલ્લાં મહિનાથી 5 એમએલડી પાણી નર્મદામાંથી લેવામાં આવે છે. જયારે રણજીતસાગરમાંથી 30, સસોઇ ડેમમાંથી 25, ઉંડ-1 માંથી 25 અને આજી-3 ડેમમાંથી 40 એમએલડી પાણી લેવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલમાં સમારકામથી શહેરમાં પાણી વિતરણને નહીંવત અસર પડશે અને 5 એમએલડી પાણીની ઘટ પડશે તે અન્ય જળાશયોમાંથી કે જે વિસ્તારમાં વધુ પાણી જતું હોય તેમાં કાપ મૂકાશે તેમ વોટર વર્કસ શાખાના ઇજનેર નરેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...