આયોજન:નવનિર્માણ મઢના પુન:જીર્ણોદ્ધાર, પુન: સ્થાપન એવમ નવચંડી યજ્ઞ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલંભા ગામે રાઠોડ પરીવાર દ્વારા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રાઠોડ કુટુંબના કુળદેવી શ્રી ચામુંડા માતાજી, સુરાપુરા ભાયા બાપા તેમજ તમામ ભકતજનોના દાતાઓના સાથ સહકાર અને પ્રેરણાથી બાલંભાના આંગણે શ્રી ચામુંડા માતાજીના મઢનો પુન:જીર્ણોધ્ધાર અને પુન:સ્થાપન એવમ નવચંડી યજ્ઞનું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન તા. 12 થી 14 સુધી કરવામાં આવ્યું છે અને યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી મનિષભાઇ રાવલ બિરાજશે.

આ કાર્યક્રમોમાં તા. 12ના સવારે 8 વાગ્યે દેહશુદ્ધિ, 10 વાગ્યે નવચંડી પાઠ પ્રારંભ, બપોરે 12ના નવચંડી પાઠ વિરામ અને સાંજે 4 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા બપોર બાદ યજ્ઞશાળાની દેવ સ્થાપન વગેરેની તૈયારી ભુદેવો દ્વારા કરાશે. તા. 13ના સવારે 8 વાગ્યે પંચાગ કર્મ એવમ મંડપ પ્રવેશ, યજ્ઞ પ્રારંભ, 8.30ના નગર યાત્રા, શાેભાયાત્રા, જલયાત્રા, 3 વાગ્યે નવા મઢનંુ વાસ્તુ, બપોરે 3 વાગ્યે પ્રધાન દેવ હોમ, 5.30ના 108 કંુડના જળથી ફળાઓનો મહાઅભિષેક, સાંજે 6.30ના ધૃતાધિવાસ-ધાન્યાધિવાસ, ફલાધિવાસ-શયાધિવાસ, 7 વાગ્યે સાયં પૂજન એવમ આરતી આ ઉપરાંત તા. 14ના સવારે 6.30 વાગ્યે રાંદલ માતાજીના લોટાનું સ્થાપન, 7 વાગ્યે સ્થાપિત દેવાતાઓની પૂજા, 9 વાગ્યે ફળાઓની ન્યાંશવિધિ એવમ મહાપૂજા, 10.30ના શિખર અભિષેક, બપોરે 12.10 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ફળાઓની પુન:સ્થાપના, ધજા ચડાવવી-ગણેશજી, હનુમાનજી મૂર્તિ સ્થાપના, જયોત સ્થાપના, સિંહાસન સ્થાપના, ઘંટ સ્થાપના, સોના-ચાંદી સિંહાસન સ્થાપન,સોના-ચાંદી છત્ર પૂજન, મહાઆરતી નૈવેદ્ધ થાળ, બપોરે 3.15ના વિશેષ હોમ તથા 4.15 વાગ્યે બીડુ હોમવાનું યજમાનોને આર્શિવાદ અને પવિત્ર જળ વડે અવભૂથ સ્થાન કરવામાં આવશે. આ ત્રીદિવસીય મહોત્સવમાં સમસ્ત રાઠોડ પરીવારને ઉપસ્થિત રહેવા અને વધુ માહીતી માટે ગીરીશભાઇ રાઠોડ મો. 8668833018, બાબુભાઇ રાઠોડ 9099010961, પરસોતમભાઇ રાઠોડ 7016087155 તથા કાનજીભાઇ રાઠોડ 9428685955નો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...