જામનગરની જુની દીપક ટોકીઝ પાસે સુભાષ શાક માર્કેટના રસ્તા પર આવેલ સજુબા કન્યા શાળામાં છેલ્લા કેટલાક સમયથી બની ગયેલા ધાર્મિક દબાણ પર શિક્ષણ કાર્ય દરમિયાન જ લોબાન, ફુલ, ચાદર ચડાવવા અનેક લોકો ગેરકાયદેસર પ્રવેશ કરે છે.
હાલમાં શિક્ષણ કે પરીક્ષા ચાલુ થવાની હોવા છતાં તેમને રોકી શકાતા નથી, જેથી શાળાને તેમજ વિદ્યાર્થીઓને મોટી નુકસાનની ભોગવવી પડે છે. ખરેખર આ જગ્યા 1998 પહેલા મેદાન જ હતું, પરંતુ ધીરે ધીરે આ જગ્યામાં બિનઅધિકૃત પ્રવેશ કરી અંધશ્રદ્ધા ફેલાવી ચોક્કસ તત્વોએ આ જગ્યા પર કબજો જમાવવા તેમજ બહેનોની શાળામાં ગમે ત્યારે આવવા જવા માટે છૂટ મળે, આવા ઘણા પરિબળોને ધ્યાનમાં લઇ ધાર્મિક દબાણ કર્યું હતું.
જેથી શાળા સંચાલક કે સરકાર તરફથી કોઈ દખલગીરી ન કરે તેવું વાતાવરણ પણ ઊભું કરી દીધું હતું. આ જગ્યા પર મોટું સ્પોર્ટ સંકુલ પણ આવેલું હોય તેની જગ્યામાં પણ દખલગીરી થતી હોય ત્યારે પ્રસાશન દ્વારા આ પ્રવૃત્તિ બંધ થાય તેમજ બિનઅધિકૃત ઊભી કરેલી દબાણ હટાવવા માટેનો હુકમ થયેલો હોવા છતાં અમલવારી થતી નથી. હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા તાત્કાલિક અમલવારી કરાવવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.