સમસ્યા:‘જામનગરમાં પહેલા દબાણ હટાવો પછી પાર્કિંગ પોલીસી ઘડો’

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાર્કીંગ પોલીસી સામે ચેમ્બર ઓફ કોમર્સના ઉગ્ર વાંધા સૂચનો
 • ​​​​​​​શહેરમાં રખડતા ઢોરના અડીંગાના કારણે પારાવાર ટ્રાફીક સમસ્યા

જામનગરમાં મનપાએ જાહેર કરેલી પાર્કીંગ પોલીસી સામે ચેમ્બર ઓફ કોમર્સે શહેરમાં પ્રથમ માર્ગ અને પાર્કીંગના દબાણો અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સહિતના ઉગ્ર વાંધા-સૂચનો રજૂ કરી પાર્કીંગ પોલીસીનું ગઠન કરવા કમિશ્નરને રજૂઆત કરી છે.જામનગર ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆતમાં જણાવ્યું છે કે, પાર્કીગ પોલીસીમાં વાહનની સુરક્ષાનો કોઇ ઉલ્લેખ નથી. વળી વાંધા-સૂચનો માટે 15 દિવસનો સમય ખૂબ ઓછો કહેવાય. શહેરમાં પાર્કીંગ પોલીસીની બદલે પેઇડ પાર્કીંગ પોલીસી બનાવી હોય તેમ જણાઇ રહ્યું છે. કારણ કે, દરેક શહેરીજને પોતાના ઘર પાસે વાહન પાર્ક કરવા માટે રેસીડેન્શીયલ પરમીટ લેવી ફરજીયાત છે. જે નિ:શુલ્ક રાખવા માંગણી કરી છે.

વળી પોલીસીમાં સ્ટેડીયમ, બીઆરટીએસ, સાયકલ ટ્રેક શબ્દનો ઉલ્લેખ છે. પરંતુ જામનગરમાં આ પ્રકારની કોઇ સુવિધા નથી. પાર્કીંગ પોલીસીમાં ઓછામાં ઓછા ત્રણ કલાકના દર જાહેર થયેલા છે. જે યોગ્ય નથી. પોલીસીમાં જણાવ્યાનુસાર રોડ સાઇડમાં 30, 60 અને 90 ડિગ્રીએ વાહન પાર્કિંગ કરવામાં આવશે તેમ જણાવાયું છે. પરંતુ શહેરમાં બંને રોડ સાઇડમાં જયા પણ દુકાનો અથવા ઓફીસ આવેલી હોય ત્યાં બંને સાઇડ 2.5 ફુટની જગ્યા દબાણ રહીત ફુટપાથ રાખવી જોઇએ. જેથી લોકો દુકાનમાં સહેલાઇથી પ્રવેશી શકે.

તદઉપરાંત શહેરના કોર્મશીયલ તથા શોપીંગ સેન્ટરોના મુખ્ય માર્ગો પર તથા તેની આસપાસની જગ્યાઓમાં પાર્કિંગ નિયમનની જવાબદારી કોમ્પલેકસ એસો.ના શીરે નાખવી જોઇએ. પોલીસીમાં જે વિસ્તારોને પ્રીમીયમ પાર્કીંગ ઝોન તરીકે જાહેર કરેલા છે તે તાર્કિક રીતે જાહેર કરાયા નથી. આથી આ તમામ વાંધા-સૂચનો ધ્યાને લઇ પોલીસીમાં ફેરફાર કરવા માંગણી કરી છે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સે આ 19 વાંધા સૂચનો રજૂ કર્યા

 • વાંધા-સૂચનો માટે 15 દિવસનો સમયગાળો ખૂબ ઓછો
 • પેઇડ પાર્કીંગ પોલીસી ન બનાવો
 • સ્ટેડીયમ, બીઆરટીએસ, સાયકલ ટ્રેક નથી છતાં ઉલ્લેખ કેમ
 • ચેમ્બર સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓની કમીટી બનાવો.
 • માલવાહક કયા માર્ગો પર માલવહનની છૂટ તે જાહેર કરાયું નથી
 • વાહન પાર્ક કરવા માટે રેસીડેન્શીયલ પરમીટ અયોગ્ય
 • દરેકને માન્ય હોય તો પાર્કીંગ ચાર્જ કલાકો અને મીનીટ પ્રમાણે લેશો
 • માર્ગો, પાર્કિંગના અનઅધિકૃત દબાણો દૂર કરો
 • શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરો
 • રોડ પરના સ્પીડ બ્રેકર દૂર કરી નિયમ મુજબ બનાવો
 • કોઇપણ રોડને પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરી અમલવારી કરો
 • ટ્રાફીક આઇલેન્ડ પરના દબાણ દૂર કરી ખુલ્લા કરો.
અન્ય સમાચારો પણ છે...