જામનગરમાં શનિવારે આવેલા રાજયના મુખ્યમંત્રીએ શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં કથા શ્રવણનો લાભ લઇ કથાકાર રમેશભાઇ ઓઝાના આર્શીવચચ લીધા હતાં. આ તકે તેમણે ધાર્મિક આયોજનો માનવીના માનસિક ઉકળાટને શાતા આપે છે અને કથાના માધ્યમથી જીવનની મુશ્કેલીમાંથી બહાર આવવાનું માર્ગદશર્ન મળે છે તેમ જણાવ્યું હતું.
જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથામાં શનિવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે વ્યાસપીઠ પર બિરાજેલા રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા. સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.