તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં રાહત, આજે નવા 646 કેસ સામે 759 દર્દીઓ ડીસ્ચાર્જ થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 65 દર્દીઓના મોત

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે ઘણા દિવસો બાદ નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જામનગર જિલ્લામાં આજે 646 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 759 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જો કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતના આંકડામાં નજીવો ઘટાડો જ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં આજે 646 કેસ નોંધાયા છે. જેમાં 382 કેસ શહેરી વિસ્તારમાં તો 306 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 759 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 49 હજાર 181 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 59 હજાર 946 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે. જામનગરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષથી ઉપરની ઉમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉમરના લોકોના રસીકરણને લઈ હાલ યુવાઓમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...