હવામાન:જામનગરમાં ગરમીમાં આંશિક ઘટાડાથી રાહત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ગરમીમાં આંશિક ઘટાડાથી લોકોએ રાહત અનુભવી છે. શહેરમાં ચાલુ વર્ષે મેઘરાજાએ ધીંગી મેઘમહેર કરવા છતાં છેલ્લાં થોડા દિવસોથી મહતમ તાપમાન વધીને 34 ડીગ્રીએ પહોંચી જતાં તીવ્ર ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયા હતાં. ખાસ કરીને બપોરના સમયે આકરા તાપના કારણે ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. ગરમીના જોર વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતા બફારાથી લોકોની મુશ્કેલી બેવડાઇ હતી. જો કે, છેલ્લાં બે-ત્રણ દિવસથી મહતમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીનું જોર ઘટતાં શહેરીજનોએ આંશિક રાહત અનુભવી છે. ખાસ કરીને વહેલી સવારે ઠંડા પવનને કારણે ખુશનુમા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...