કોરોના અપડેટ:શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઉછાળા પછી રાહત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 1 પોઝિટિવ કેસ, 14 દર્દી ડિસ્ચાર્જ

જામનગર શહેર અને જિલ્લામાં સોમવારે એક દિવસમાં કોરોનાના 10 કેસ નોંધાયા બાદ મંગળવારે રાહત જોવા મળી છે. શહેરમાં ફકત એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 14 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં કોઇ નવો કેસ નોંધાયો નથી. મ્યુકરના 4 દર્દીની સર્જરી કરવામાં આવી છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન સામે આવતા જાય છે. સોમવારે કોરોના વિસ્ફોટ થતાં શહેરમાં 6, ગ્રામ્ય વિસ્તારમાં 4 મળી કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાના મામલે રાહત જોવા મળી છે અને જામનગર શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો શૂન્યનો રહ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ-એ વિભાગમાં કોરોના ના કુલ 8 દર્દી સારવાર હેઠળ છે. તેમાં 6 કોરોના પોઝિટિવ દર્દી છે.

જ્યારે બે દર્દીઓ કે જેઓ હાલ નેગેટિવ થઈ ગયા છે, પરંતુ તેઓને નાકમાં નળી મારફતે ઓક્સિજન થી સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત 6 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી બે દર્દીને નાકમાં નળી મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, 4 દર્દીને બાયપેપની સુવિધા ઉપર રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...