અમરનાથ યાત્રા:જામનગરમાં અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ, બેંક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી

જામનગરએક મહિનો પહેલા
  • 10 મિનિટમાં જ પ્રથમ દિવસનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું
  • દરરોજ 40 લોકો અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન કરાવી શકશે

અમરનાથ યાત્રા 2022 માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. ત્યારે જામનગરમાં મોટી સંખ્યામાં અમરનાથ યાત્રીઓ રજીસ્ટ્રેશન માટે રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક પહોંચ્યા હતા. આજથી રજિસ્ટ્રેશન શરૂ થતાં અમરનાથ યાત્રી ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા હતા અને અમરનાથ જવા માટે રજીસ્ટ્રેશનને લઈ લાંબી કતારો લાગી હતી.

પ્રથમ અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન 12 એપ્રિલથી શરૂ થવાનું હતું જોકે, અમરનાથ શ્રાઈન બોર્ડની વેબસાઇટ પણ હોસ્પિટલના ડોક્ટરનું લિસ્ટ અપલોડ ન થતા પાંચ દિવસ મોડું થયું હતું ત્યારે અમરનાથ યાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ આજે હનુમાન જયંતિના દીવસે અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા હોસ્પિટલોના ડોક્ટરનું વેબસાઈટ ઉપર અપલોડ થઈ જતા આજે પંજાબ નેશનલ બેંક ખાતે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જેને લઈ મોટી સંખ્યામાં સવારથી જ અમરનાથ જવા માટે યાત્રીઓની બેંક બહાર લાંબી કતારો લાગી હતી અને બેંક ખુલતાની સાથે જ યાત્રીઓ બેંકમાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે આવી પહોચ્યા હતા.

જામનગરમાં અમરનાથ યાત્રા જવા માટે હાલ પાંચ દિવસનું રજીસ્ટ્રેશન બુક થઈ ગયું છે. જોકે, હજી પણ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રા જવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ કઢાવ્યા બાદ લોકો યાત્રાનું રજીસ્ટ્રેશન કરવા માટે પંજાબ નેશનલ બેંક પહોંચી રહ્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ રહી છે જેને લઈ યાત્રાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમરનાથ યાત્રામાં જવા માટે જામનગરથી રોજના 40 લોકો પંજાબ નેશનલ બેંકમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં 20 યાત્રીઓ બાલતાલ અને 20 યાત્રીઓ પહેલગાવ એમ કુલ મળીને રોજનું 40 લોકો અમરનાથ યાત્રામાં જવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...