અસુવિધા:વિકટોરીયા પુલ પાસે રીઝર્વેશનની બારીનો સમય ઘટાડી નાખતા મુસાફરોને નાછૂટકે ડેપો સુધી ધક્કા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી તંત્રએ શરૂ કરેલી ઓનલાઇન રિઝર્વેશન બારીને એકાએક લાગ્યું ગ્રહણ

જામનગરમાં હજારોની સંખ્યામાં મુસાફરો માટે એસ.ટી. વિભાગ દ્વારા વિકટોરીયા પુલ પાસે ઓનલાઇન રીવર્ઝેશન બારી શરૂ કરી વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ આ સુવિધાને જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ એકાએક રીર્ઝવેશન બારી ખોલવાના સમયમાં ફેરફાર કરી નાખવામાં આવતા મુસાફરો આ સુવિધાથી વંચિત રહેવા લાગ્યા છે અને તંત્ર સામે રોષની લાગણી જન્મી છે તો ઉચ્ચ અધિકારીઆેએ આ અંગે પૂરતું ધ્યાન દેવું જરૂરી બની ગયું છે.

શહેરના વિકટોરીયા પુલ પાસે એસટી વિભાગ દ્વારા વિકટોરીયા પુલ સહિત ગ્રામ્ય વિસ્તારના અપડાઉન સહિતના મુસાફરોને એસ.ટી. ડેપો સુધી લબાવવું ન પડે તે ધ્યાને લઇ મોટા ઉપાડે વિકટોરીયા પુલ પાસે ઓનલાઇન રીર્ઝવેશન બારી શરૂ કરવામાં આવતા આ સુવિધાનાે મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઇ રહયા હતાં અને મુસાફરોને ડેપો સુધી લંબાવવામાંથી રાહત મળી હતી. પરંતુ એકાએક બારીનો સમય ઘટાડી નાખવામાં આવતા મુસાફરોને રીઝર્વેશન અને પુછપરછ માટે સમસ્યાઓ ઉભી થવા લાગી છે.

પહેલા આ સુવિધાનો સમય સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 સુધીનો હતો, પરંતુ હાલ સવારે 9 થી સાંજનો 5 વાગ્યા સુધીનો રાખવામાં આવતા નાછૂટકે અમુક મુસાફરોને ડેપો સુધી નાછૂટકે લંબાવવાની ફરજ પડવા લાગી છે. રીઝર્વેશન બારી શરૂ થતાં આ વિસ્તારના લોકો અને અપડાઉન કરતા મુસાફરોને સારી સવલત ઉપલબ્ધ હતી.

પરંતુ હાલ સમયમાં ફેરફાર કરી નાખવામાં આવતા નાછૂટકે મુસાફરોને ખાનગી વાહનોનો લાભ લેવાની ફરજ પડી રહી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ આ પૂરતું ધ્યાને આપે તો આ વિસ્તારના મુસાફરોને રીઝર્વેશનમાં પડતી હાલાકી દુર થઇ શકે તેમ શહેરીજનાેમાં ચર્ચાઇ રહયું છે.

દિવાળીના તહેવારને અનુલક્ષીને રીઝર્વેશન બારીનો સમય વધારે રખાયો હતો
વિકટોરીયા પુલ પાસે શરૂ કરવામાં આવેલ રીઝર્વેશન બારી દિવાળી તહેવારોને અનુલક્ષીને સમયમાં વધારો કરાયો હતો પરતુ હાલ કર્મચારીઓની શોર્ટેઝ હોવાથી ત્યાંથી કર્મચારીઓને ઘટાડી બસના રૂટમાં ચડાવવામાં આવ્યા છે અને હવે બુકીંગ તો મોબાઇલમાં એસટીની એપ્લીકેશનથી થઇ શકે છે અને આવકમાં પણ કોઇ વધારો થયો ન હોવાથી સમયમાં ઘટાડો કરી દેવાયો છે.> પી.એમ. પટેલ, વિભાગીય નિયામક, એસ.ટી.ડિવિઝન, જામનગર.

અન્ય સમાચારો પણ છે...