જીરૂમાં લાલચોળ તેજી:વાવેતર ઘટતા જીરૂમાં લાલચોળ તેજી, યાર્ડમાં રૂા. 6,610 બોલાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવક ન થતા ભાવમાં સતત વધારો, સપ્તાહમાં ફક્ત 9400 મણ આવક

જામનગર જિલ્લામાં જીરૂનું વાવેતર ઘટતા માલની આવક ન થતા ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. સીઝન છતાં અઠવાડિયામાં જામનગર યાર્ડમાં જીરૂની ફકત 9400 મણ આવક થઇ છે. ગુણવતાયુકત માલની અછતના કારણે યાર્ડમાં હરાજીમાં 20 કીલો જીરૂના ભાવ વધીને રૂ.6610 બોલાયા છે.જામનગરમાં ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનના કારણે જિલ્લામાં જીરૂનું વાવેતર ઘટયું છે. બીજી બાજુ ખેડૂતો કપાસ અને મગફળીના પાક તરફ વળ્યા હોય આ પરિબળ પણ જીરૂના વાવેતરના ઘટાડા પાછળ કારણભૂત છે. જેના કારણે જીરૂની આવક યાર્ડમાં ઓછી થઇ રહી છે.

હરાજીમાં 20 કીલો જીરૂના ભાવ રૂ.4100 થી વધીને રૂ.6610 બોલાયા
આથી યાર્ડમાં હરાજીમાં જીરૂના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. યાર્ડમાં સપ્તાહમાં હરાજીમાં 20 કીલો જીરૂના ભાવ રૂ.4100 થી વધીને રૂ.6610 બોલાયા છે. અઠવાઠિયામાં ફકત જીરૂની 3100 ગુણી આવતા 9400 મણની આવક થઇ છે. જીરૂના ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. પરંતુ જીરૂ જીવન જરૂરિયાતની વસ્તુ હોય ભાવ વધતા લોકોમાં દેકારો બોલી ગયો છે. બુધવારે યાર્ડમાં કુલ 44317 મણ જણસની આવક થઇ હતી.

આવકમાં કપાસ અને સૂકી ડુંગળી પણ મોખરે
જામનગર યાર્ડમાં અન્ય જણસોની સાથે કપાસ અને સૂકી ડુંગળી પણ મોખરે છે. બુધવારે યાર્ડમાં ઘઉંની 235, અડદની 91, ચણાની 637, અરેંડાની 585, તલની 301, રાયડાની 240, લસણની 4230, કપાસની 12636, જીરૂની 1524, અજમાની 4266, અજમાની ભુસીની 2559, સૂકી ડુંગળીની 15600, સૂકા મરચાની 103, સોયાબીનની 70, વટાણાની 57 મણ આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...