તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી ગયું હોવાથી જી.જી હોસ્પિટલ પર ભારણ વધ્યું છે. જીજી હોસ્પિટલ કોવીડ બિલ્ડીંગ તેમજ જૂના અલગ-અલગ વોર્ડમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. જેને લઇને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત સર્જાઇ રહી છે જેને પહોંચી વળવા માટે જી.જી હોસ્પિટલ ના તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રક્રિયા એમ .જે .સોલંકી નામની ખાનગી પેઢી દ્વારા આઉટસોર્સિંગથી જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી રહી છે જેઓને પ્રતિમાસ 13000 ના પગાર ધોરણથી જી.જી.હોસ્પિટલમાં સેવા આપવા માટે ના કોલલેટર આપ્યા છે. જેના ભાગરૂપે આજે 58 નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે અને આ ભરતી પ્રક્રિયામાં અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેઓ પાસે થી બે સપ્તાહ માટે કોવિડ બિલ્ડિંગમાં જ્યારે બે સપ્તાહ માટે જનરલ વિભાગમાં સારવાર માટેની કામગીરી કરવામાં આવશે.
કુલ 200 થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ઉલ્લેખનીય છે કે જામનગર શહેર અને જિલ્લામાં એક જ ખાનગી એક જ સેન્ટર ચાલુ છે ત્યારે જી.જી.હોસ્પિટલ ના કોવિડ સેન્ટરમાં જ હાલ એકસાથે 400 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે હાલ સ્ટાફ પર કામનું ભારણ વધુ હોય તેઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વધુ નર્સિંગ સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય થોડો વહેલો લેવાની જરૂર હતી. અંતે તંત્ર જાગ્યું ત્યારથી સવાર કહી શકાય કે જેટલી વધુ ઝડપથી નર્સિંગ સ્ટાફની ભરતી ઓ થાય તો કોવિડ હોસ્પિટલમાં સેવા આપી શકશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.