આયોજન:યુનિટ હેડક્વાર્ટર ક્વોટામાં ભરતી મેળાનું આયોજન

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેડક્વાર્ટર, 2 સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર, પોન્ડા (ગોવા)માં યોજાશે

હેડક્વાર્ટર, 2 સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર, પોન્ડા (ગોવા)માં તા. 17 જાન્યુઆરી 2022 થી તા. 22 જાન્યુઆરી 2022 સુધી માજી-સૈનિકો/સ્વ. સૈનિકોના પત્નીઓના પુત્રો/ભાઇઓ માટે યુનિટ હેડક્વાર્ટર ક્વોટામાં સોલ્જર ટેકનિકલ, સોલ્જર (જીડી) તથા સોલ્જર (ટ્રેડસમેન) કેટેગરી માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે.

યુનિટ હેડકવાર્ટર ક્વોટામાં પોતાના સંતાનો/ભાઇઓને ભરતી કરાવવા ઈચ્છુક માજી-સૈનિકો/સ્વ. સૈનિકોના પત્નીઓએ હેડક્વાર્ટર, 2 સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર, પોન્ડા (ગોવા)માં પોતાના સંતાન/ભાઇ સાથે સંતાનોના ધો. 10-12 તથા ગ્રેજ્યુએશનના અભ્યાસ અંગેના પ્રમાણપત્ર/માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, ડોમિસાઇલ સર્ટીફીકેટ, નેટીવીટી/કાયમી રહેઠાણ અંગેનો સંતાનના ફોટાવાળો દાખલો, વર્તૂણક અંગેનો સંતાનના ફોટાવાળો દાખલો, ચાલ-ચલગત અંગેનો દાખલો, રાશન કાર્ડ, જાતિ અંગેનો દાખલો, અપરણિત હોવા અંગેનો દાખલો,

સંતાનના તાજેતરના 20 નંગ ફોટોગ્રાફ્સ, નામ, સંબંધ, જન્મ તારીખની વિગત સાથેનો જેમાં માતા-પિતા તથા તમામ ભાઇઓ, બહેનો સહીતનો સરપંચ દ્વારા એટેસ્ટેડ કરેલ ફેમીલીનો જોઈન્ટ ફોટગ્રાફ્સ,. ડિસ્ચાર્જ બુકની પ્રમાણિત નકલ, રેકોર્ડ કચેરી દ્વારા આપવામાં આવતું રીલેશન સર્ટીફીકેટ, તથા એન.સી.સી. કે સ્પોર્ટસ જેવા અન્ય પ્રમાણપત્રની બે-બે નકલ સાથે લઈ સ્વખર્ચે જવાનું રહેશે. વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગર રૂબરૂ અથવા નંબર 0288-2558311નો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...