આયોજન:આજથી સુરક્ષા જવાન અને સુપરવાઇઝરની ભરતી શિબિર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા સ્થળો પર ઉમેદવારોએ ઉપસ્થિત રહેવાનું રહેશે

જામનગર જિલ્લામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એંડ ઇન્ટેલીજન્સી સર્વિસ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતીનું આયોજન કરાયું છે. જેમાં ધો.10 પાસ કરેલા ઉમેદવારો ભાગ લઇ શકશે.શિબિર જામનગરમાં તા.18 ના વિભાજી સરકારી હાઇસ્કૂલ, ધ્રોલમાં તા.19 ના હરધ્રોળ હાઇસ્કુલ, કાલાવડમાં તા.20 ના મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને લાલપુરમાં વીર સાવરકર હાઇસ્કુલ, જામજોઘપુરમાં તા.22 ના સ.વ.પ હાઈસ્કુલમાં સવારે 10 થી બપોરે 4 કલાક સુધી યોજાશે.

આ માટે ઉમેદવારની ઉંમર 21 થી 38 વર્ષ, શૈક્ષણિક લાયકાત ધો.10 પાસ, ઉંચાઇ-168 સેમી, સૈનિક વજન 56 કિલો, છાતી- 80 થી 85 અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. આ માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટસની નકલ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ, બોલપેન સાથે સ્થળ પર ઉપસ્થિત રહેવું. પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શિબિરમાં પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા(ગાંધીનગર)માં ટ્રેનિંગ આપીને સિક્યુરીટી એંડ ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લી.માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી મળશે.

અન્ય સમાચારો પણ છે...