તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 124 કેસ નોંધાયા, શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધ્યું

જામનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 'લોકો નહીં માને તો જાહેર સ્થળો બંધ કરવાનો નિર્ણય લેવાશે'

રાજ્યાના અન્ય શહેરોની માફક જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ નોંધાવાની શરૂઆત થઈ છે. ગઈકાલે જામનગર જિલ્લામાં 97 કેસ નોંધાયા બાદ આજે એકજ દિવસમાં રેકોર્ડ બ્રેક 124 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

કલેકટર રવિશંકરની અપીલ
કલેકટર રવિશંકરની અપીલ

જામનગર જિલ્લામાં આજે જે 124 કેસ નોંધાયા છે તેમાં 70 કેસ શહેરી વિસ્તારમાં અને 54 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 70 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જામનગર જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવતા કોવિડ હોસ્પિટલના 1200 બેડમાંથી 632 બેડ ભરાઈ ગયા છે.

કમિશનર સતિષ પટેલની અપીલ
કમિશનર સતિષ પટેલની અપીલ

શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કલેકટર અને કમિશરને શહેરીજનોને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે. જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો પ્રશાસને જાહેર સ્થળો પર લોકોનો પ્રવેશ બંધ કરવાની પણ તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો