તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્કયુ:જામનગર પંથકમાં કોરોના કાળમાં રેકર્ડ બ્રેક 3447 સરીસૃપોને બચાવાયા, કુદરતને ખોળે મુકત

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1955 બિનઝેરી,1450 ઝેરી સાપ, 42 ચંદન ઘોનો સમાવેશ, લાખોટા નેચર કલબની કામગીરી

જામનગર પંથકમાં કોરોના કાળમાં લાખોટા નેચર કલબે રેકર્ડ બ્રેક 3447 સરીસૃપોને બચાવ્યા છે. જેમાં 1955 બિનઝેરી,1450 ઝેરી સાપ, 42 ચંદન ઘોનો સમાવેશ થાય છે. તમામ સરીસૃપોને કુદરતના ખોળે મુકત કર્યા હતાં. જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કબલ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી કોરોના કાળ એટલે કે તા.1-4-2020 થી તા.31-3-2021 એટલે કે એક વર્ષમાં 4000 થી વધુ સરીસૃપને બચાવવાના સંદેશ મળ્યા હતાં. જેમાંથી અત્યાર સુધીના સૌથી વધુ રેકર્ડબ્રેક 3447 સરીસૃપોને વનવિભાગનની મદદથી સફળતા પૂર્વક બચાવી કુદરતના ખોળે મુકત કરાયા હતાં. જેમાં 1955 બિનઝેરી, 1450 ઝેરી સાપ અને 42 ચંદન ઘો નો સમાવેશ થાય છે. લાખોટા નેચર કલબના 42 સભ્યોએ જીવના જોખમે અને સ્વખર્ચે લોકોના ઘર, દુકાન, ઓફીસ, ઉધોગ, ગોડાઉન અને રહેઠાણમાંથી સરીસૃપોને બચાવ્યા છે. સંસ્થા દ્વારા સરીસૃપને બચાવવા કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને સંપૂર્ણ ફ્રી સેવા આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો