મહિલા સંગઠન દ્વારા હરિફાઈ:આઈએએસની તૈયારી માટે પણ ન્યૂઝ પેપર વાંચવું જરૂરી: અનોખી સ્પર્ધા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબરને ‘દિવ્ય ભાસ્કર’ના લવાજમ ભરી અપાયા - Divya Bhaskar
પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબરને ‘દિવ્ય ભાસ્કર’ના લવાજમ ભરી અપાયા
  • જામનગરમાં વિઝન ક્લબની 43 મહિલાઓએ સ્પર્ધામાં ભાગ લઈ ન્યૂઝ પેપરના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા

જામનગરમાં વિઝન ક્લબ નામના મહિલા સંગઠન દ્વારા પોતાના મહિલા સભ્યો માટે તાજેતરમાં અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ન્યૂઝ પેપર વાંચવું શા માટે જરૂરી છે ? તે વિષય પર યોજાયેલી હરીફાઈમાં 43 મહિલાઓએ હોંશેહોંશે ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

જેમાં દેશ અને દુનિયાની માહિતીથી અવગત રહી શકીએ, નોલેજ મેળવી શકાય, આપણી આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મળતી રહે તેમજ આઇએએસ સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પણ ન્યૂઝ પેપરનું વાંચન અત્યંત મહત્વનું અને જરૂરી હોવાના વિચારો વ્યક્ત કરાયા હતા.

આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા મહિલા સ્પર્ધકો ગાયત્રી જે. ત્રિવેદી, સત્યવતી ગોહેલ અને પૂજા ત્રિવેદીને ઇનામ સ્વરૂપે વિઝન ક્લબ દ્વારા ‘દિવ્ય ભાસ્કર’નું ચાલુ વર્ષનું લવાજમ ભરી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 11 સુધીના અન્ય સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો પણ અપાયા હતા.

સોશિયલ મીડિયાના ન્યૂઝ પર વિશ્વાસ રાખી ન શકાય
સોશિયલ મીડિયા તદ્દન બેજવાબદાર છે, એમાં આવતા સમાચારો પર વિશ્વાસ રાખી ન શકાય. છપાયેલા ન્યુઝ પેપર પર આંખો બંધ કરીને ભરોસો કરી શકીએ છીએ. કારણ કે, એ જવાબદારીપૂર્વક થયેલું કામ છે અને એટલા માટે જ ન્યૂઝ પેપરનું મહત્વ ઘણું વધી જાય છે. મહિલાઓને પણ ન્યૂઝ પેપરની અગત્યતા સમજાય એ માટે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. > મીતાબેન દોશી, ફાઉન્ડર, વિઝન ક્લબ, જામનગર.

ન્યૂઝ પેપર શા માટે વાંચવું જોઈએ ? મહિલા સ્પર્ધકોની નામાવલી
1. ગાયત્રી જે. ત્રિવેદી
2. સત્યવતી ગોહેલ
3. પૂજા ત્રિવેદી
4. વીના રાચ્છ
5. બ્રિન્દા આર. વસાણી
6. કિંજલ એ. વ્યાસ
7. હંસાબેન પ્રવીણચંદ્ર શાહ
8. પુષ્પાબેન વોરા
9. ભાવના સાપરિયા
10. રિયા ગોકાણી
11. નિશા મશરૂ
12. તૃપ્તિબેન મહેતા
13. જીજ્ઞા જોગીયા
14. અશ્વિની પટેલ
15. સીમી તન્ના
16. અંજના પોપટ
17. દીપીકા અજય માંકડ
18. નિપૂર્ણા રમેશભાઈ શાહ
19. મીનાબેન જેઠવા
20. રીટા ઠક્કર
21. પ્રીતિબેન જે. છાંટબાર
22. હેમાંગીની કોટેચા
23. જીજ્ઞા પરેશભાઈ કોઠારી
24. જાગૃતિ વિન્ડા
25. મીનાબેન એ. રાયઠઠ્ઠા
26. તૃપ્તિ બી. ગંધા
27. ભાનુબેન આર. નથવાણી
28. કૃતિકા પટેલ
29. ધૃતિ એ. માણેક
30. ક્રિષ્ના પ્રજાપતિ
31. તેજલ એ. વિઠ્ઠલાણી
32. ભાષા એમ. ઝવેરી
33. રશ્મી કે. દવે
34. વંદના ખોખર
35. સોનલ ચૌહાણ
36. જસ્મિતા ડી. વીછી
37. ડિમ્પલ પી. સોનછાત્રા
38. ભારતીબેન મહેતા
39. નિશા કનખરા
40. કિરણબેન કનખરા
41. નિલા બી. રાઈચુરા
42. પીના મોદી
43. શારદાબેન ભરતભાઈ તન્ના

અન્ય સમાચારો પણ છે...