નોટિસ:અંધાશ્રમ પાસેના જર્જરિત 1404 આવાસને ફરી નોટિસ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્યત્ર સલામત સ્થળે ખસી જવા તાકીદ

જામનગરમાં અંધાશ્રમ પાસેના 1404 જર્જરિત આવાસના આસામીને મહાનગરપાલિકાએ વધુ એક નોટીસ ફટકારી છે. જેમાં જર્જરિત આવાસનો વપરાશ તાકીદે બંધ કરી અન્યત્ર સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી છે. મહાનગરપાલિકા કડક પગલાં લેવાને બદલે ફકત નોટિસ આપી સંતોષ માની લેતા અનેક સવાલ ઉઠયા છે.

જામનગરમાં ખંભાળિયા હાઇવે પર અંધાશ્રમની સામે રેલવે લાઇન પાસે ટીપી સ્કીમ નં.2 માં એસઇડબલ્યુએસ યોજના હેઠળ 1404 આવાસ બનેલા છે. જેમાં દરેક બ્લોક પર 12 ફલેટ મળીને કુલ 117 બ્લોક આવેલા છે. આ આવાસ યોજના બન્યાને 22 વર્ષ પૂર્ણ થયા છે. આથી વર્ષ 2022 માં જૂન મહિનામાં આ જર્જરિત આવાસનો વપરાશ બંધ કરી સલામત સ્થળે ખસી જવા મહાપાલિકાએ આસામીઓને નોટીસ ફટકારી હતી. આ યોજનાનો સર્વે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા તમામ 1404 આવાસ મોટા ભાગે જર્જરિત હાલતમાં છે.

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદની સંભાવના હોય કોઇ આકસ્મિક ઘટના ન બને તે માટ તકેદારીના ભાગરૂપે તમામ આવાસનો વપરાશ તાકીદે બંધ કરી અન્યત્ર સલામત સ્થળે ખસી જવા મહાપાલિકાએ આસામીઓને વધુ એક નોટીસ ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...