તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટકો:રવિપાકનું ઉત્પાદન હેકટરે 4214 કિલો ઘટ્યું

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત વર્ષ કરતા ઘઉંની ઉપજમાં હેકટર દીઠ 708 કિલોનો વધારો તો ડુંગળીમાં ધરખમ 7651 કિલોનો ઘટાડો નોંધાયો
 • અનિયમિત-વધુ વરસાદ, રોગ-જીવાતના કારણે
 • પાકની બદલાતી પેટર્ન પણ ઉત્પાદનમાં ઘટાડા પાછળ કારણભૂત: ચણા, જીરૂ, ધાણા, લસણની ઉપજ પણ ઘટી: રાઇ, સુવાનું ઉત્પાદન વધ્યું

જામનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વર્ષ 2020-21 માં અનિયમિત અને વધુ વરસાદ, રોગ-જીવાતના કારણે રવિપાકનું ઉત્પાદન હેકટરે સરેરાશ અંદાજે 4214 કિલોગ્રામ ઘટયું છે. ગત વર્ષ કરતા ધઉંની ઉપજમાં હેકટર દીઠ 708 કીલોનો વધારો તો ડુંગળીમાં ધરખમ 7651 કીલોનો ઘટાડો નોંધાયો છે. ચણા, જીરૂ, ધાણા, લસણની ઉપજ પણ ઘટી છે તો રાઇ, સુવાનું ઉત્પાદન વધ્યું છે. પાકની બદલાતી પેટર્ન પણ ઉત્પાદનમાં ઘટાડા પાછળ કારણભૂત હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે રવિપાકનું પ્રતિ હેકટરે સરેરાશ અંદાજે કુલ 40675.41 કીલોગ્રામ ઉત્પાદન થયું છે. જયારે વર્ષ 2019-20 માં પ્રતિ હેકટરે 44889.56 કીલોગ્રામ થયું હતું. વર્ષ 2020-21 માં અનિયમિત અને વધુ વરસાદ, રોગ-જીવાત કારણે તથા પાકની પેટર્ન બદલાતા પ્રતિ હેકટરે રવિપાકનું ઉત્પાદન ઘટયું હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

જો કે, ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધઉંનું ઉત્પાદન પ્રતિહેકટરે 708 કીલો વધ્યું છે. પરંતુ ડુંગળીની ઉપજે તમામ બાજી બગાડી છે. કારણ કે, ગતવર્ષે જિલ્લામાં પ્રતિ હેકટરે ડુંગળીનું 28841 કીલો ઉત્પાદન થયું હતું. જેની સામે ચાલુ વર્ષે 21190 કીલો ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે ચણા, જીરૂ, ધાણા, લસણની ઉપજ પણ ઘટી છે, જયારે રાઇ, સુવાનું ઉત્પાદન વધ્યું છે.

જામનગર જિલ્લામાં વર્ષ 2020-21માં રવિપાકનું અંદાજીત હેકટર દીઠ ઉત્પાદન(કિગ્રામાં)
તાલુકોધઉંચણાજીરૂરાઇધાણાલસણસુવાઇસગબુલડુંગળી
જામનગર41002200750250014006000----18500
ધ્રોલ430023001000250018757500----18700
જોડિયા3900200097519001200500080080015000
કાલાવડ52002500950--22006800----25000
જામજોઘપુર3994.61621.8803.1--17308750----28750
લાલપુર424819981217--13755625------

જામનગર જિલ્લામાં પ્રતિ હેકટર દીઠ ઇસબગુલનું 800, ચણાનું 694 કિલો ઉત્પાદન વધ્યું
જામનગર જિલ્લામાં વર્ષ 2019-20 માં રવિપાકમાં ઇસકબુલનું વાવેતર થયું જ ન હતું. જયારે વર્ષ 2020-21 માં ફકત જોડિયા તાલુકામાં ઇસબગુલનું વાવેતર થતાં પ્રતિ હેકટર દીઠ 800 કીલો ઉત્પાદન થયાનું નોંધાયું છે. જયારે ગતવર્ષે જિલ્લામાં સરેરાશ ચણાનું પ્રતિહેકટર દીઠ 1408.33 કીલોગ્રામની સામે ચાલુ વર્ષે 2103.30 કીલોગ્રામ ઉત્પાદન થયાનું નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો