વોટની અપીલ:રવીન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂને નહીં કોંગ્રેસને વોટની અપીલ કરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અગાઉ નણંદે ભાભીને આયાતી ઉમેદવાર ગણાવ્યાં હતાં

જામનગર (ઉત્તર)માં ચૂંટણી લડી રહેલા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા સામે હવે તેમના સસરાએ મોરચો ખોલ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની જાહેર અપીલ કરતો વીડિયો બહાર પાડતા ચર્ચા થઈ હતી. અગાઉ રવીન્દ્ર જાડેજાની બહેને પોતાની ભાભીને આયાતી ઉમેદવાર ગણાવી ટીકા કરી હતી.

રવીન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ જાહેર વીડિયો બહાર પાડી લોકોને કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને પોતાના મિત્ર અને ભાઈ ગણાવી તેમને મત આપવા અપીલ કરી છે. અગાઉ રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ રિવાબાની અટકને લઈને ટિપ્પણી કરી હતી.તેઓ કોંગ્રેસના ઉમેદવાર સક્રિયપણે પ્રચાર કરી રહ્યાં છે. જ્યારે રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા તથા ભાજપના અન્ય ઉમેદવારો માટે પણ પ્રચાર, રોડ શોમાં સક્રિયપણે સામેલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...