એક્સક્લુઝિવ:રવિન્દ્ર જ્યારે પણ જામનગર આવે ત્યારે ભાવુક થઇ જાય છે, અમારી સાથે સાથી ખેલાડીઓની મજેદાર વાતો શેર કરે છે

જામનગર7 મહિનો પહેલાલેખક: હિરેન હિરપરા
  • રવિન્દ્ર જાડેજાના મિત્ર તેમજ જામનગરમાં જાડેજા જ્યા પ્રેક્ટીસ કરતા ત્યાના ગ્રાઉન્ડ મેન અને સ્કોરરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચિત કરી હતી
  • મહારાષ્ટ્ર સામેની અન્ડર 19ની મેચમાં જાડેજાએ છેલ્લી ઓવરમાં ત્રણ ખેલાડીને રન આઉટ કરીને મેચ જીતાડી હતી

યુએઈમાં ટી-20 વિશ્વકપનો 23 ઓક્ટોબરથી પ્રારંભ થયો છે. ભારતની ટીમની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે એટલે કે આજે પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમમાં જામનગરના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈ જામનગરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજા સાથે નાનપણથી ક્રિકેટની પ્રેક્ટીસ કરી રહેલા તેઓના નાનપણના મિત્ર ચિરાગ પાઠકે અમારા પ્રતિનિધિ હિરેન હિરપરા સાથે ખાસ વાતચીત કરી હતી. આ ઉપરાંત જામનગરમાં જાડેજા જે ગાઉન્ડમાં પ્રેક્ટીસ કરતા હતા. તે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ મેન તરીકે ફરજ બજાવતા દુદાભાઈએ પણ ખાસ વાતચીત કરી હતી. તેમજ ક્રિકેટ બંગલામાં સ્કોરર તરીકે રહેલા દર્શિત પંડ્યાએ પણ વાતચીત કરી હતી.

રવિન્દ્ર જાડેજાના મિત્ર ચિરાગ પાઠક સાથે ખાસ વાતચિત

સવાલઃ તમે અને રવિન્દ્ર જાડેજા કેટલો ટાઈમ ક્રિકેટ સાથે રમ્યા
જવાબઃ
રવિન્દ્ર જાડેજા જ્યારે 9 વર્ષના હતા ત્યારથી નવાનગર ક્રિકેટ એકેડમીમાં અમે બન્ને સાથે ક્રિકેટ રમતા હતા. અમારા સર મહેન્દ્રસિંહ ચૌહાણ હતા. જેનો કેમ્પ છે. અમે બંને અન્ડર 14, 16, 17, 19, 22, તેમજ રણજીત ટ્રોફી અને બે વર્ષ સુધી હું પણ IPL રમ્યો છું એટલે ત્યારે પણ અમે સાથે હતા.

ગ્રાઉન્ડ મેન દુદાભાઈ
ગ્રાઉન્ડ મેન દુદાભાઈ

સવાલઃ રવિન્દ્ર જાડેજા જ્યારે જામનગર આવે છે ત્યારે તમે તેની સાથે કેવી રીતે જૂની યાદો ફિલ કરો છો ?
જવાબઃ
જ્યારે ઇન્ટરનેશનલ કે આઈપીએલ ક્રિકેટમાંથી બ્રેક હોય છે ત્યારે તેઓ જામનગર આવે છે ત્યારે મને કોલ કરે છે જેથી અમે લાખોટા લેક ઉપર રનીંગ કરવા જઈએ છીએ. ક્રિકેટ બંગલા પર ગ્રાઉન્ડમાં રનીંગ કરીએ છીએ. આ દરમિયાન જાડેજા મને ઘણીવાર કહેતા કે, લાલુ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે આ રીતે અહીં મહેનત કરતા હતા. તેમજ સાયકલ લઈને આવતા હતા. ત્યારે આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. આ બધુ યાદ કરીને જાડેજા થોડોક ભાવુક થઈ જતો હતો. ગ્રાઉન્ડમાં સાયકલ લઈને આવતા હતા લક્ઝૂરિયસ લાઈફ જેવું હતું નહીં. જોકે, તે બાદ ખુબ મહેનત કરી અને હું આગળ વધ્યો છું. દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર હું બન્યો છું. જાડેજા જ્યારે જામનગર આવે છે ત્યારે અમે સાથે ઘણી વાર નેટ પ્રેક્ટીસ કરીએ છીએ. આ ઉપરાંત ઘણી વખત તેના ફાર્મ હાઉસમાં બેઠા હોય ત્યારે તેઓ ટીમ ઈન્ડિયામાં બધા સાથી ખેલાડીઓ સાથે થયેલી ફની વાતો પણ કરતો હોય છે.

સવાલઃ તમે જાડેજા સાથે ક્રિકેટ રમતા હતા તે દરમિયાનનો કોઈ યાદગાર મેચ વિશે જણાવશો?
જવાબઃ
જ્યારે અમે મહારાષ્ટ્રના પૂણેમાં અન્ડર 19ની મેચ રમતા હતા. આ વન-ડે મેચ હતી. જેમાં એક એવી પરિસ્થિતી હતી કે અમે પ્રથમ ઈનીંગ્સમાં 261 રન બનાવ્યાં હતા. જવાબમાં મહારાષ્ટ્રની ટીમ રન ચેંજ કરી રહી હતી. આ દરમિયાન 49મી ઓવરમાં મહારાષ્ટ્રની ટીમનો સ્કોર 257 રનમાં 6 વિકેટ સુધીનો હતો. ત્યારે છેલ્લી ઓવરમાં 4 રન કરવાના હતા અને ત્રણ વિકેટ બાકી હતી. આ દરમિયાન છેલ્લી ઓવરમાં જાડેજાએ ઉપરા ઉપર ત્રણ ડાયરેક્ટ હીટ મારીને ત્રણ ખેલાડીને રન આઉટ કર્યા હતા. જેથી અમે આ મેચ 3 રને જીત્યા હતા. આ મેચ જાડેજાએ ફિલ્ડીંગથી જીતાડી હતી. ત્યારથી જ જાડેજાનું નામ ચર્ચામાં આવી ગયું હતું. ત્યારે તેની ઉમર સાયદ 16 વર્ષની હશે.

સ્કોરર રહેલા દર્શિત પંડ્યા
સ્કોરર રહેલા દર્શિત પંડ્યા

સવાલઃ જાડેજા સાથે તમે કેટલા જૂના મિત્રો સાથે રમતા હતા?
જવાબઃ
અમારુ અક અંડર 19નું ગ્રુપ હતું. જેમાં હું, રવિન્દ્ર જાડેજા, બાલકૃષ્ણ જાડેજા, હરેન્દ્ર જાડેજા, વિશાલ જોશી, કરણ મકવાણા, આશુતોષ પાઠક અભિરાજ ઝાલા સહિત અમે બધા સાથે જ ક્રિકેટની પ્રેક્ટિસ કરી હતી. અમારા સર મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે અમે સાથે ક્રિકેટ રમતા હતા. અમે બધા એકબીજાને સપોર્ટ કરતા હતા અને મહેનત કરીને બધા આગળ વધ્યા છીએ. ત્યારે અમે સવારે 8 થી 12 અને બપોર 2 થી 6 વાગ્યા સુધી અમે પ્રેક્ટિસ કરતા હતા.

રવિન્દ્ર જાડેજા તેમના કોચ સાથે
રવિન્દ્ર જાડેજા તેમના કોચ સાથે

સવાલઃ રવિન્દ્ર જાડેજા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવ્યાં તેની પહેલા તેનો જેવો સ્વભાવ હતો તેવો જ સ્વભાવ છે કે તેમાં કઈ બદલાવ આવ્યો છે?
જવાબઃ
જાડેજાનો સ્વભાવ પેલા જેવો જ મસ્તી મજાક વારો સ્વભાવ હજુ પણ છે. જોકે, તે અત્યારે સારો ક્રિકેટર બની ગયો એ પ્રમાણે તેનામાં મેચ્યોરિટી પણ જોવા મળે છે.
અત્યારે એ વર્લ્ડ નો નંબર 1. ઓલરાઉન્ડર છે તેમ છતા તેઓ બધા સાથે પહેલાની જેમ જ હળી-મળીને રહે છે. પોતાના પર્ફોમન્સને લઈ તેઓ સિરીયસ થતા હોય છે અને બોલિંગમાં શું ભૂલ કરી છે તેને હવે કેવી રીતે સુધારવી તે માટે તેઓ મહેનત કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમની બોલીંગ અને બેટિંગમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે.

રવિન્દ્ર જાડેજાના મિત્ર ચિરાગ પાઠક
રવિન્દ્ર જાડેજાના મિત્ર ચિરાગ પાઠક

સવાલઃ ટી-20 વિશ્વકપને લઈને તમે શું કહેશો?
જવાબઃ વિશ્વકપને લઈ રવિન્દ્ર જાડેજા સાથે એક દિવસ પહેલાં વાત થઈ છે. ત્યારે મે એને કીધુ કે તમારી તૈયારી કેવી ચાલી રહી છે. ત્યારે તેઓએ જણાવ્યું કે, તૈયારી બહુ સારી ચાલે છે. વિરાટ કોહલી છેલ્લી વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે ત્યારે અમે વિશ્વકપ જીતવા ફુલ મહેનત કરી રહ્યા છીએ. આ વર્ષે આપણે વર્લ્ડ કપ જીતીએ તેવી ભારતની ટીમને અને રવિન્દ્ર જાડેજાને મારા તરફથી ગુડ લક અને મને આશા છે કે આ વખતે ભારત જરૂર વિશ્વ કપ જીતશે.

ગ્રાઉન્ડ મેન દુદાભાઈએ પણ ખાસ વાતચીત
ગ્રાઉન્ડ મેન દુદાભાઈએ જણાવ્યું હતું કે, હું ક્રિકેટ બંગલામાં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ મેન તરીકે ફરજ બજાવું છું. રવિન્દ્ર જાડેજા પાંચથી છ વર્ષના હતા. ત્યારથી તેઓ અહિં પ્રેક્ટિસ કરવા માટે આવતા હતા. મેં એને ઘણી વખત મારાથી થતી બધી હેલ્પ કરી હતી. તેને કોઈ વખત બોલ લાગ્યો હોય તો હું સારવાર કરતો હતો. તેમજ તેઓનું ટિફિન ન આવ્યું તો તેને હું જમાડી પણ દેતો હતો. આ ઉપરાંત ઘણી વાર તેને જો કોઈ તેડવા ન આવ્યું હોય તો હું તેને મુકવા પણ જતો હતો. તેઓ નાનપણથી જ ખુબ સારા ક્રિકેટર છે. બેટિંગ અને બોલીંગ બન્ને ખુબ સારી રીતે કરતા હતા. ત્યારે અત્યારે પણ તેઓ ખુબ સારુ ક્રિકેટ રમી રહ્યા છે. જેને લઈ અમને ખુબ આનંદ થઈ રહ્યો છે.

સ્કોરર રહેલા દર્શિત પંડ્યાએ પણ વાતચીત
દર્શિત પંડ્યાએ જણાવ્યુ હતું કે, રવિન્દ્ર જાડેજા જ્યારથી ક્રિકેટ બંગલામાં પ્રેક્ટિસ કરે છે ત્યારથી હું ક્રિકેટ બંગલામાં સ્કોરીગ કરું છું. એક મેચ મને યાદ આવે છે કે વર્ષ 2008માં સેલિબ્રેશન ટીમ સામે મેચ રમાયો હતો. જેમાં જાડેજાએ ખુબ સારા બેટિંગ કરી હતી અને જામનગરની ટીમને મેચ જીતાડ્યો હતો. રવિન્દ્ર જાડેજા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણેયમાં ખુબ જ સારા ખેલાડી છે. તેમજ તેઓનો સ્વભાવ પણ ખુબ સારો છે. વિશ્વકપમાં રવિન્દ્ર જાડેજા ખુબ સારૂ રમશે તેવી મને આશા છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ જાડેજા સારૂ રમીને ભારતને મેચ જીતાડશે.

અન્ય સમાચારો પણ છે...