તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીયાદ:પૂર્વ વિપક્ષી ઉપનેતાને મારી નાખવાની ધમકીની રાવ

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુલાબનગરના માજી નગરસેવિકા દ્વારા અરજી

જામનગરના ગુલાબનગરમાં રહેતા માજી નગરસેવિકા અને પુર્વ વિપક્ષી ઉપનેતા દ્રારા ગત તા.14ના રોજ મોડીરાત્રે તેને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારવા અંગે બે લોકો વિરુધ્ધ ફરીયાદ અરજી કરી હતી.જેના આધારે પોલીસે અટકાયતી પગલા ભર્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

ગુલાબનગર વિસ્તારમાં રહેતા પુર્વ નગરસેવિકા અને પુર્વ વિપક્ષી ઉપનેતા જેતુનબેન અબ્દુલકરીમ રાઠોડએ ગત તા. 14ના મોડીરાત્રે તેના નિવાસસ્થાને એકસંપ કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ અરજી સીટી બીમાં ગફાર ઓસમાણભાઇ અને ઇરફાન ઇસ્માઇલ ખીરા વિરૂધ્ધ કરી હતી. આ લેખિત ફરીયાદ અરજીના પગલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને બંને સામે અટકાયતી પગલા હાથ ધરવાની તજવિજ હાથ ધરી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો