તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઈ અભિયાન:જામનગરમાં રણમલ તળાવની સફાઈ કરાઇ, ભાજપના ઉત્સાહી યુવા કોર્પોરેટરો માસ્ક વગર જોવા મળ્યા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના યુવા ઉત્સાહી કોર્પોરેટરોને નિયમ લાગુ નથી પડતા, શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું
  • જામનગર મહાનગરપાલિકા અને એસએસબીના જવાનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ
  • રણમલ તળાવમાંથી ઢગલા મોઢે કચરો બહાર કઢાયો

જામનગરના રણમલ તળાવમાં નિયમિત સફાઇ ન થતી હોવાથી લાંબા સમયથી કચરાના ઢગાલા થયા હતા. આજે મહાનગરપાલિકા અને એસએસબી જવાનો દ્વારા રણમલ તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઢગલા મોઢે કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.

એસ.એએ.બી જવાનોએ રણમલ તળાવમાં સફાઈ અભિયાન હાથ ધર્યું
એસ.એએ.બી જવાનોએ રણમલ તળાવમાં સફાઈ અભિયાન હાથ ધર્યું

જે દરમિયાન કેટલાક ઉત્સાહી ભાજપના યુવા કોર્પોરેટરો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. જ્યારે એસએસબીના જવાનોએ નિયમોનું પાલન કરતા માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ત્યારે શું કોર્પોરેટરોને નિયમો લાગુ પડતા નથી એ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ભાજપના ઉત્સાહી યુવા નગરસેવક નિયમોનું ભાન ભૂલ્યા
ભાજપના ઉત્સાહી યુવા નગરસેવક નિયમોનું ભાન ભૂલ્યા

રણમલ તળાવના પાછલા ભાગમાં આજે સવારથી જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તળાવમાંથી મોટી માત્રામાં કચરો એકઠો થયો હતો. આ અભિયાનમાં જામનગર મહાનગરપાલિકાના મેયર,સ્ટે કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને એસએસબીના જવાનો જોડાયા હતા.

હાલ કોરોના મહામારી કાળ ચાલી રહ્યો છે ત્યારે તળાવમાં સફાઈ અભિયાનમાં એસએસબીના જવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ માસ્ક સાથે સફાઈ અભિયાન કરતા જોવા મળ્યા હતા. તોબીજી બાજુ જામનગરના યુવા ઉત્સાહિત નગરસેવકો માસ્ક નીચું રાખેલ જોવા મળ્યા અને સફાઈ અભિયાન ના ફોટા પડાવ્યા હતા.

લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નગરસેવકો માસ્ક નીચું રાખે કે ન પહેરે તો ચાલે અને નાગરિકો કે વેપારીઓ માસ્ક નીચું હોય તો દંડ ભરવાનો કે કાર્યવાહી કરે છે. મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાન ચાલુ હતું જેમાં સફાઈ અભિયાનમાં પદ અધિકારી સહિતના લોકો જોડાયા અને એસએસબીના જવાનો પણ માસ્ક સાથે સફાઈ કામગીરી કરી ત્યારે જામનગરના ઉત્સાહિત નગરસેવકો કોરોનાની ગાઈડલાઇનનું પાલન નથી કરતા કે લોકોને સંદેશો દેવા માગે છે કે અમને કોઈ નિયમો લાગુ પડતા નથી.

અન્ય સમાચારો પણ છે...