સમુહલગ્ન યોજાશે:જામનગરમાં રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 12 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 બટુકો સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરશે, શહેરના ગાંધીનગરમાં આવેલ વિશ્વકર્મા બાગમાં યોજાશે

જામનગર શહેરમાં રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરે છે ત્યારે સમુહ યજ્ઞોપવિત તથા સમુહલગ્નનું આયોજન તા. 21ને ગુરૂવારના વિશ્વકર્મા બાગ, ગાંધીનગર, મેઇન રોડ પર સમાજના તથા રાજસ્વી શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં 12 બટુકો સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરશે તેમજ 12 દીકરીઓના સમૂહમાં લગ્નોત્સવ યોજાશે. રણજીતનગર બ્રહ્મ સમાજ કર્તવ્ય ભાવે દાતાઓના સહયોગથી કન્યાદાન સ્વરૂપે સમૃધ્ધ કરીયાવર દરેક દિકરીઓને સામાજીક રિવાજાે મુજબ તમામ માંગલિક પ્રસંગો આચાર્ય દ્વારા વિધિવત રીતે કરાવવામાં આવશે.

બહારગામથી આવનાર જાનને તથા બટુકોના સ્નેહીઓને ઉતારા, નાસ્તા, ભોજન વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા 121 કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમનું સંચાલન માટે છેલ્લા 21 દિવસથી ચિરાગ ઇન્વેસ્ટમેન્ટ, સીટી આર્કેટમાં કાર્યાલય શરૂ કરાયું છે. કાર્યક્રમમાં મુખ્ય દાતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી. ફળદુ, સુભાષભાઇ જોષી, યાેગેશભાઇ જોષી, શીવસાગર શર્મા, ગુર્જર સુથાર જ્ઞાતિના ભામાશા અમુભાઇ ભારદીયા, રમણીકભાઇ ગોરેચા, દિલીપભાઇ ભારદીયા, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, મહિલા પ્રમુખ પ્રિતીબેન શુકલ, એન.ડી. ત્રિવેદી, જામનગર શહેર પ્રમુખ આશીષભાઇ જોષી વગેરેનો સહયોગ મળ્યો છે.

કાર્યક્રમને સફળ બનાવવા સુનીલભાઇ ખેતીયા, ચિરાગભાઇ પંડયા, આર.ડી. ત્રિવેદી, હરીશભાઇ મહેતા, હરીશભાઇ પંડયા, વિપુલભાઇ સુંબડ સહિતના કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમના આચાર્યપદે મનીશભાઇ ભટ્ટ તથા હાર્દિકભાઇ બુજડ રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવાના હોવાથી રજીસ્ટ્રેશન સહિત સુનીલ ખેતીયા મો. 99252 20323, ચિરાગ પંડયા મો. 99988 21825, એન.ડી. ત્રિવેદી મો. 96018 49265, કિરીટભાઇ જોષી મો. 98240 92440, સુરેશભાઇ ત્રિવેદી મો. 99251 24229નો સંપર્ક કરી ફોર્મ ભરી જમા કરાવવાના રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...