કલા:જામનગરમાં 27 વર્ષથી હાથથી બનતી રંગોળીની છાપણીની રાજકોટ, અમદાવાદમાં બોલબાલા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌપ્રથમ પેપરમાં પેન્સિલથી ડ્રોઇંગ કરી તેના પોઇન્ટ બનાવી ફર્મો તૈયાર કરી કોતરણી કરે છે

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં રહેતા વિરલભાઇ જશવંતરાય કાકુ 27 વર્ષથી રંગોળીની છાપણી હાથે બનાવી વેચાણ કરે છે. ચાલુ વર્ષે તેમને રંગોળીની છાપણીમાં કૃષ્ણ, ગણપતિ, અલગ અલગ કાર્ટુન સહિતની કુલ નવી 50 ડિઝાઇન બનાવી છે. દર વર્ષે આશરે તેઓ દિવાળી પૂર્વે લગભગ દોઢથી બે લાખ નાની મોટી ડિઝાઇન તૈયાર કરે છે. તે રંગોળીની છાપણી બનાવવાનું કામ જાન્યુ.થી શરૂ કરે છે.

આ અંગે તેણે જણાવ્યું હતું કે, મશીનમાં ઓછામાં ઓછા એક સાથે 5000 નંગ બનાવવા પડે છે. જ્યારે હેન્ડવર્કમાં જોઈએ તેટલી જ છાપણી બનાવી શકાય છે. કારણ કે દર વર્ષે લોકોની રૂચિ અને ડિઝાઇન બદલાતી રહે છે. જેથી હાથેથી કામ કર્યું હોય તો વેચાણ શરૂ થાય તે બાદ જે તે ડિઝાઇનનો અંદાજ લગાવી અને તેના પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય. છાપણીનું વેચાણ મહદઅંશે નવરાત્રિ બાદ તુરંત થાય છે. રંગોળીની છાપણી જામનગર, રાજકોટ, અમદાવાદમાં માંગ છે.

પંચ, હથોડીથી કોતરણી કરવામાં આવે છે
જે ડિઝાઇન બનાવવાની હોય તેની પેપરમાં પેન્સિલ ડ્રોઇંગ કરી તેના પોઇન્ટ બનાવી ફર્મો તૈયાર કરાય છે. જે બાદ હથોડી, પંચની મદદથી કોતરણી કરાય છે. એક ડિઝાઇન બનાવતા ઓછામાં ઓછી 20 મિનીટનો સમય લાગે છે.

અન્ય સમાચારો પણ છે...