આયોજન:જામનગરમાં કોરોના વોરિયર્સ, રેકોર્ડબ્રેક ટીકા, ગ્રીનસીટી સહિતના વિષયો પર રંગોળીઓ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150 જેટલા કલાકારોએ ભાગ લઇ મંત્રમુગ્ધ કરી દેતી રંગોળીમાં અભૂતપૂર્વ કલરો પૂર્યા : મહાનગરપાલિકા તથા સામાજીક સંસ્થાઓનું સંયુકત આયોજન

જામનગરની નવાનગર નેચર કલબ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી પર્યાવરણ જાગૃતિ તેમજ સારા મેસેજ આપતા વિષયો પર ઓપન જામનગર રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં 150 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો જે ગત વર્ષે કરતા દોઢ ગણો છે. આ વર્ષ લોકોએ પર્યાવરણ જાગૃતિ ઉપરાંત જળ સંચય, ગ્રીન સીટી, ક્લીન સીટી ઉપરાંત કોરોના વોરિયર્સ અને રેકોર્ડ બ્રેક ટીકાકરણ જેવા વિષયો ઉપર રંગોળી બનાવી હતી.

સ્પર્ધામાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે માટે મીંડા વાળી તથા ફ્રી હેન્ડ(કલાત્મક) એમ બે ગ્રુપમાં યોજવામાં આવી હતી. જેમાં ગ્રુપ એમાં મીંડા વાળીમાં પ્રથમ જેઠવા સંજના, દ્વિતીય પાયલ ગાલયા, ત્રિતીય દિયા નંદા વિજેતા તથા ગ્રુપ બીમાં કલાત્મકમાં પ્રથમ ધર્મેશ લિયા, દ્વિતીય સ્નેહા મહેતા, તૃતીય સન્ની કુંભારાણા વિજેતા રહયા હતાં. આ ઉપરાંત અનેક સુંદર રંગોળી બનાવનાર ક્રીશા ગોરેચા, પૂનમ કાનખરા, દીસીતા વડનગરા, ચાંગાણી રેણુકા, વાસુકી દિયા, વાસુ પટેલ, કાજલ મકવાણા સહિતના કલાકારોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા તથા પ્રમાપપત્ર એનાયત કરાયા હતાં.

​​​​​​​કાર્યક્રમમાં કલાકારોને બિરદાવવા માટે મેયર બીનાબેન કોઠારી, જીતુભાઈ લાલ, હર્ષાબા પી.જાડેજા, નિવૃત એર કોમોડોર ત્યાગી, ગોવિંદભાઇ મોર્જરિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિત સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, ઉ.પ્રમુખ દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, પ્રવિણસિંહ કે.જાડેજા,મંદીપસિંહ કે.જાડેજા અને સત્ય સાઈ વિદ્યાલયની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...