આયોજન:હાપામાં ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો તથા મહિલાઓની રંગોળી સ્પર્ધા યોજાઇ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુષ્પાંજલી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા આયોજન : બાળકોને ઇનામો અપાયા, વૃદ્ધોને રાશન કીટ અપાઇ

જામનગર શહેરમાં આવેલ પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિતના માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષથી સાર્થક રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સંસ્થા દ્વારા દત્તક લેવાયેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર હાપામાં બાળકો તથા મહિલાઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને તેમાં ઈનામો અપાયા હતાં અને બાળકોને નાસ્તો તેમજ વૃદ્ધ દંપતીને રાશન કીટ અપાઇ હતી. મિતેશભાઈ મહેતા, લાયન્સ ક્લબના હેમાબેન અને સંસ્થાની યુથ કમિટીના સભ્યોનો સહયોગ મળ્યો હતો.

સંસ્થાના કાર્યાલયમાં મહેમાન તથા દાતાઓની ઉપસ્થિતિમાં 11 અંધ દિકરીઓને સંપૂર્ણ દાનકીટ જેમાં કપડાં, શૃંગાર,મિષ્ટાન, નાસ્તો, સ્ટેશનરી અને રોકડરકમ આપવામા આવ્યુ હતું. જેમાં સ્વ.નેમિષભાઈ મેહતા, રાજભા, અલકાબેનવિઠલાણી, માયાબેન શારડા, અજયભાઈ, ઉર્વશી દીપેશભાઈ રાઠોડ, સલિલભાઈ (અ’વાદ), નેમિષભાઈ મેહતા (ખબર ગુજરાત), મિતલબેન તથા સુકેતાબેન પટેલ તથા સંસ્થાના હોદ્દેદાર સુભાષભાઈપુરોહિત, જ્યોતિબેન ભટ્ટનો સહયોગ મળ્યો હતો.

કાર્યક્રમમાં આઈ. ઈ. ડી વિભાગના જિલ્લા કો ઓર્ડીનેટર હેમાંગીબેન દવે, રીટાબેન જોટંગીયા, સામાજિક કાર્યકર મિતેષભાઈ મહેતા તથા ઉપરોક્ત સહયોગીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સંસ્થા દ્વારાઉપસ્થિત દિવ્યાંગ બાળકો તથા વાલીઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરો નિશિતા, તિર્થા ગોંડલીયા, યુવરાજ, સાગર, પ્રેમ માવ, જયદીપ ઈંગોલે, કશ્યપ, નીતાબેન વગેરે દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...