સ્પર્ધા:જામનગરના રણમલ તળાવ ખાતે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન, 40 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપવામાં આવશે
  • સ્પર્ધાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ દિવાળી તહેવાર નિમિત્તે રણમલ તળાવ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી હોવાના કારણે દિવાળીને પ્રકાશન પર્વ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે ગુરૂવારે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખા દ્વારા એક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રંગોળી સ્પર્ધામાં 40 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 9 વર્ષ થી 15 વર્ષની ઉંમરના 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે 28 થી વધુ સ્પર્ધકો 15 વર્ષથી વધુ ઉંમરના હતા. રણમલ તળાવ ખાતે આયોજીત આ સ્પર્ધામાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રણમલ તળાવ ખાતે આયોજિત રંગોળી સ્પર્ધામાં સારી રંગોળી બનાવનારાને 1થી 3 નંબર આપવામાં આવશે. જેમાં વિજેતા થનારા સ્પર્ધકને ઇનામ પણ આપવામાં આવશે. તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. તેમજ સાથે એક ગિફ્ટ આપવામાં આવશે.

દિવાળીના પર્વની ઉજવણી નિમિત્તે રંગોળી સ્પર્ધકોને પ્રોત્સાહન મળે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી અને ડી.એમ.સી તેમજ એ.એમ.સી માર્ગદર્શન નીચે નાયબ એન્જિનિયર ભાવેશ જાની ચેતન સાંગાણી અને રણમલ તળાવના હિરેન સોલંકી, જીગર જોષી, અર્જુન સિંહ જાડેજા દ્વારા આઝાદી કા અમૃત ઉત્સવ રંગોળી આયોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.