હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો તેમજ દ્વારકામાં ભગવા ધ્વજને સળગાવવાની ઘટનાને જામનગરની હિન્દુ સેનાએ વખોડી કાઢીને આવા કાવતરાઓના મુળ સુધી પહોચવાની માંગ કરી છે. હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધાર્મિક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાતા હોય છે, ત્યારે આ ધાર્મિક ઉત્સવોને બગાડવા માટે યોજના બંધ કાવતરા રચાય છે.
આ બનાવના મૂળ સુધી તંત્રએ પહોંચવું જરૂરી છે, નહિ તો આવતો સમય ગુજરાતને ભડકે બાળશે એમાં કોઈ શંકા નથી. હિંમતનગર ખંભાતના અને દ્વારકા જેવા બનાવને તંત્ર દ્વારા સચોટ કાર્યવાહી કરવી જોઇએ. તેમ છતાં સચોટ કાર્યવાહી નહિ કરે તો હિન્દુ સેના પણ તેનો જવાબ આપવા તૈયાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.