રાષ્ટ્રપતિ દ્વારકાધિશના દર્શને:રામનાથ કોવિંદ આવતીકાલે જગત મંદિર ખાતે શિશ ઝુકાવશે, સતત ત્રણ દિવસથી વહીવટી તંત્ર અને પોલીસ ખડેપગે

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા હેલિપેડ ખાતે ઉતરી સવારે 12.15 કલાકે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે
  • આગેવાનો તથા અધિકારીઓ સાથે મિટીંગ કરી સાંજે 4.30 કલાકે હેલીપેડ ખાતેથી વિદાય લેશે
  • રાજ્યપાલ, મંત્રી વિનોદ મોરડીયા, સાંસદ, કલેક્ટર સહિતના લોકો આવકારી સ્વાગત કરશે

દેવભૂમિ દ્વારકા માં કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તા.10-4-22ના રોજ દ્વારકા જગત મંદિર ખાતે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

દર્શનાર્થે પધારનાર છે. તેઓ સવારે 11.15 કલાકે દ્વારકા હેલિપેડ ખાતે ઉતરી સવારે 12.15 કલાકે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. આ તકે રાષ્ટ્રપતિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સમાણી સહિતના લોકો આવકારી સ્વાગત કરશે.

દેવસ્થાન સમિતિ તથા વહિવટી તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના આગમન અને સ્વાગત માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આવતીકાલે તા. 10 એપ્રિલના રોજ દ્વારકાધીશ મંદિરમાં રામનવમીનો રામજન્મોત્સવ થવાનો હોવાથી રાષ્ટ્રપતિ બપોરે 12.15 વાગ્યે જ રામજન્મોત્સવની આરીઉત્સવના દર્શન કરી પાદુકા પૂજન કરશે તેવું આયોજન થઇ રહ્યું છે. દ્વારકા જિલ્લાના તમામ માર્ગો તથા પોરબંદર-દ્વારકા વચ્ચેના માર્ગો ઉપર જિલ્લા પોલીસા વડાના માર્ગદર્શન હેઠળ ઠેર-ઠેર પોલીસ ચોકીઓ અને વાહનોનુ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સતત ત્રણ દિવસ સુધી પોલીસનો કાફલો દ્વારકામાં કાર્યરત રહેશે. ઉપરાંત આજે શનિવારથી જ દ્વારકાના જાહેર સ્થળો અને હોટલોમાં આવતા યાત્રિકોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. દ્વારકાના હેલીપેડ પર સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ રાષ્ટ્રપતિને આવકારશે. હેલીપેડથી તેઓ દ્વારકાધીશજીના ચરણોમાં શિશ ઝુકાવી પાદૂકા પૂજન કરશે. ત્યારબાદ આર્કિયોલોજી વિભાગ દ્વારા મંદિર તથા દ્વારકાના ઇતિહાસ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાશે. જેમાં જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી સહિતના આગેવાનો જોડાશે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભોજન લઇ આગેવાનો તથા અધિકારીઓ સાથે મિટીંગ કરી સાંજે 4.30 કલાકે હેલીપેડ ખાતેથી તેઓ વિદાય લેશે.

અન્ય સમાચારો પણ છે...