સાંજે મહાઆરતી:જામનગરના બાલા હનુમાનજી મંદિરની રામધુનનો સોમવારે 59માં વર્ષમાં મંગલ પ્રવેશ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ વિક્રમ સર્જક બાલા હનુમાન મંદિરમાં પાટોત્સવની થશે ઉજવણી

જામનગર શહેરના આંગણે પ.પૂ. પ્રેમભિક્ષુજી મહારાજે તા. 1 ઓગસ્ટ 1964ના શુભ દિને શ્રી રામ જય રામ જય જય રામ મંત્રો ઉચ્ચાર સાથે તળાવની પાળે બાલા હનુમાન મંદિરની શુભ શરૂઆત કરાવી હતી. જામનગરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તા. 1 ઓગસ્ટ 1964 લખાયેલી છે. જામનગરના ધર્મપ્રેમી ભકતો, શ્રધ્ધાળુઓ અને પ.પુ. પ્રેમભિક્ષુજી મહારાજના આર્શીવાદથી આ અખંડ રામધુન આગામી તા. 1 ઓગષ્ટ સોમવારે 59માં વર્ષમાં મગલ પ્રવેશ કરશે. જામનગરમાં વાવાઝોડુ, અતિવૃષ્ટિ અને છેવટે કોવિડ જેવી મહામારી આવી પરંતુ આ અખંડ રામધુન અવિરત ચાલુ રહી છે.

શહેરના બાલા હનુમાન મંદિરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આવી ચૂક્યું છે. વિશ્વ વિક્રમ સાથે રામધુનનું મંદિર ગુજરાતમાં માત્ર આ એક જ છે જે ગુજરાતનું ગૌરવ છે. બાલા હનુમાન મંદિરના પાટોત્સવ પ્રસંગે તા. 1 ઓગસ્ટ 2022ને સોમવારના રોજ સાંજે 7.30 વાગ્યે મહાઆરતી થશે. આ દિવ્ય દર્શનનો લાભ લેવા દરેક ભકતોને પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી વિનુભાઈ તન્ના તેમજ ટ્રસ્ટીગણે અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...