અનોખી પહેલ:268 બહેનોની રાખડી તેમના ભાઈઓ સુધી નિ: શુલ્ક પહોંચાડાઈ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની કુરિયર કંપની દ્વારા રક્ષાબંધન નિમિત્તે અનોખી પહેલ

જામનગરના ખાનગી કુરિયર કંપની દ્વારા રક્ષાબંધન નિમિત્તે એક પ્રેરણાત્મક પહેલ હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 29 અને 30 જુલાઈ એમ બે દિવસમાં સૌરાષ્ટ્રમાં તમામ જગ્યાએ 268બહેનોની રાખડીને તેમના ભાઈઓ સુધી નિ: શુલ્ક પહોંચાડવામાં આવી છે. ભાવેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કોરોનાને કારણે મોટાભાગના લોકોને આર્થિક મુશ્કેલી વેઠાવાનો વારો આવ્યો હતો.

તો બીજી બાજુ મોંઘવારીએ પણ માઝા મુકી છે. ત્યારે વિચાર આવ્યો કે એક કુરિયર પહોંચાડવા માટે ઓછામાં ઓછા 50 રૂપિયા થતા હોય છે. ત્યારે રક્ષાબંધન પર બહેનો રાખડીઓને સૌરાષ્ટ્રમાં તમામ જગ્યા તેમના ભાઈ સુધી નિ:શુલ્ક પહોંચાડી ને મદદ કરી શકી આથી આ નિર્ણય લીધો. જેમાં ખૂબ સારો પ્રતસાદ મળ્યો હતો. 2 દિવસમાં કુલ 268 બહેનોની રાખડીયો તેમના ભાઈઓ સુધી પહોંચાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...