રક્ષાબંધન:જામનગરમાં રાજસ્થાની પટોળા, ગણપતિ, ઓમ, ક્રિસ્ટલ, ડાયમંડ સહિતની રાખડીઓ ટ્રેન્ડમાં, ભાવમાં 20% નો વધારો

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 રૂપિયાથી માંડી રૂા. 450 સુધીના ભાવ; ભાવ વધવા પાછળ રો-મટીરીયલ અને કાપડમાં થયો વધારો કારણભૂત

શ્રાવણ માસ શરૂ થતાં જ તહેવારોની શરૂઆત થાય છે અને સતત ચાર મહિના સુધી જુદા-જુદા તહેવારો ઉજવાય છે. ત્યારે શ્રાવણ માસની પૂનમે આવતા રક્ષાબંધનના તહેવારને લઈને જામનગરમાં રાખડી બજાર શરૂ થઇ ગયા છે. તો આ વખતે રાખડીના રો મટીરીયલ અને કાપડના ભાવ વધતાં રાખડીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે.

તો વળી આ વખતે બજારમાં રાખડીયોમાં રાજસ્થાની પટોળા, ગણપતિ,ઓમ, ક્રિસ્ટલ, ડાયમંડ, વગેરે વેરાયટીઓ જોવા મળી રહી છે. તો નાના બાળકોની રાખડીઓમાં મિનિયન પાપાપીંગ, સ્માઈલી, યુનિકોન સહિતની રાખડીયોનો ટેન્ડ જોવા મળી રહ્યો છે. આ વખતે બજારમાં નાની છોકરી માટે પણ ખાસ વાળી ઢીંગલી વાળી રાખડી પણ જોવા મળી રહી છે. આમ બજારમાં 3 રૂપિયાથી લઈને અંદાજે રૂપિયા 450 સુધીની રાખડીઓ આવી છે. તેમ જામનગરના વેપારીઓએ જણાવ્યું હતું.

નાની છોકરીઓ માટે ઢીંગલીવાળી રાખડી
આ વર્ષે નાની છોકરીઓ માટે ખાસ ઢીંગલી વાળી રાખડીઓ ડિમાન્ડમાં છે. આ ઉપરાંત પાપાપિંગ, પબજી, યુનિકોન, મીનીયન, જેવા કાર્ટૂન કેરેક્ટર બાળકોને ખૂબ જ આકર્ષી રહ્યા છે. જે બજારમાં રૂપિયા 10 થી 70 સુધી મળી રહી છે. આ ઉપરાંત નવી વેરાઈટીમાં મોરપીંછ,સ્માઈલી, સુખડના સુગંધ વાળી, રાજસ્થાની પટોળાપેર, લુંબાપેરની ડિમાન્ડ પણ સારી છે. - શાંતિભાઈ કાનાણી, વેપારી.

રૂદ્રાક્ષ તેમજ એડજેસ્ટેબલવાળી કસ્ટમાઇઝ રાખડીની માંગ વધુ
ગત વર્ષ કરતાં આ વર્ષ કસ્ટમાઇઝ રાખડીની ડિમાન્ડ વધુ છે એટલે આ વખતે ફકત કસ્ટમર રાખડી જ મારી દુકાનમાં રાખી છે અત્યારે સુધી જેટલા ઓર્ડર મળ્યા તેમાં સૌથી વધુ રુદ્રાક્ષ અને એડજેસ્ટેબલ કસ્ટમાઇઝ રાખડીના મળ્યા છે. - ઋષિતા જોશી, વેપારી.

અન્ય સમાચારો પણ છે...