મેઘમહેર:જામનગર જિલ્લામાં ધૂપછાંવ વચ્ચે વરસાદી માહોલ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિરામ| સતત વાદળછાયા વાતાવરણ બાદ તડકો નીકળતા રાહત, સમયાંતરે ઝાપટા આવતાં રહ્યા
  • તાપમાનમાં ઘટાડો, મેઘરાજાએ ખમૈયા કરતા ધરતીપુત્રો પુન: ખેતીકામમાં જોતરાયા

જામનગર જિલ્લામાં ગુરૂવારના ધૂપછાવ વચ્ચે વરસાદના હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં. સતત વાદળછાયા વાતાવરણ બાદ તડકો નીકળતા લોકોએ રાહત અનુભવી છે. જયારે મેઘરાજાએ ખમૈયા કરતા અને વરાપ નીકળતા ધરતીપુત્રો પુન: ખેતીકામમાં જોતરાયા છે.

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં ચારેક દિવસથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદથી લોકો કંટાળી ગયા હતાં. વરસાદના હળવા-ભારે ઝાપટાના કારણે કાદવ કીચડના સામ્રાજય અને ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. આ સ્થિતિમાં ગુરૂવારે ધૂપછાવ વચ્ચે જામનગર, ધ્રોલ, જોડિયા, જામજોઘપુરમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. જો કે, સૂર્યનારાયણે દર્શન દેતા તડકો નીકળતા લોકોએ રાહત અનુભવી હતી. બીજી બાજુ મેઘરાજાએ વિરામ લેતા અને વરાપ નીકળતા ખેડૂનો પુન: ખેતીકામમાં જોતરાયા છે. સતત વરસાદી વાતાવરણથી મહતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ગુરૂવારે મહતમ તાપમાન 30.6 અને લધુતમ તાપમાન 24 ડીગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...