સમસ્યા:ભાટિયાના ક્રિષ્નનગરના માર્ગ પર હજુય વરસાદી પાણીનો જમાવડો

ભાટીયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક તંત્ર દ્વારા નવ ટ્રેકટર મોરમ નખાઇ છતા સ્થિતિ હજુ જૈશે થે જેવી
  • ઠેર ઠેર ગોઠણડૂબ કાદવ અને કિચડના કારણે આવાગમનમાં સ્થાનિક લોકોને હાલાકી

કલ્યાણપુરના ભાટીયાની ભાગોળે આવેલા ક્રિષ્નનગર વિસ્તારમાં વરસાદ બાદ દિવસોથી સુધી વરસાદી પાણીના ભરાવાના કારણે ગોઠણડૂબ કાદવ કિચડનુ સામ્રાજય છવાયુ છે, સ્થાનિક લોકો અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરી રહયા છે.સ્થાનિકો દ્વારા રજુઆતો બાદ તંત્ર દ્વારા નવ ટ્રેકટર મોરમ નાખવામાં આવ્યા બાદ પણ સમસ્યા હજુ જૈશે થે હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યકત કરી રહયા છે. ક્રિષ્નનગર વિસ્તારમાં વરસાદી પાણીના વ્યાપક ભરાવાના કારણે ઠેર ઠેર કાદવ કિચડનુ સામ્રાજય છવાયુ છે.પાણીના ભરાવાથી હવે મચ્છર સહિત ગંદકી પણ પ્રર્વતી રહી છે.

સ્થાનિકો ઉપરાંત ખેડુતો અને હડમતીયા જવાના ઉપયોગ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામા઼ લોકો આવા ગમન કરે છે.જે લોકોને દરરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથો સાથ આંગણવાડી અને સ્કુલમાં જવા માટે નાના ભૂલકાઓ પણ આવા કાદવ કિચડ ભરેલા માર્ગ પરથી પસાર થવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ હોવાનો રોષ સ્થાનિકો વ્યકત કરી રહયા છે.

રહેવાસીઓ દ્વારા આ વર્ષોથી કનડતી સમસ્યા મુદદે ગ્રા.પં. સમક્ષ રજુઆત કરાઇ હતી.જેના કારણે તંત્ર દ્વારા નવ ટ્રેકટર જેટલી મોરમ પાથરવામાં આવી હતી.બીજી બાજુ કથિત ગેરકાયદે દબાણોના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનો સ્થાનિકો આક્રોશ વ્યકત કરી રહયા છે. હજુ સમસ્યા મહદઅંશે યથાવત હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કરી જો પ્રશ્નનો હલ ન આવે તો હવે આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...